4 વર્ષથી સેલ્સમેનનું પર્ફોમન્સ સારૂ હોવાથી તેમને 1 વર્ષથી ઉત્તર ભારતના વેપારીઓને દાગીના પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી: અમદાવાદના નવરંગપુરામા આવેલા જે.વી.એસ જવેલર્સના માલીકે કર્મચારી વિરૂધ્ધ નોંધાવી ફરિયાદ
જ્વેલર્સના ત્યાં 4 વર્ષથી સેલ્સનું કામ કરતા યુવકનું પરફોર્મન્સ સારું હોવાથી તેને 1 વર્ષથી ઉત્તર ભારતની જવાબદારી સોંપી હતી. 1 વર્ષમાં સેલ્સમેને 15 વેપારીના નામે દુકાનમાંથી રૂૂ.7.24 કરોડની કિંમતનું 7725 ગ્રામ સોનાના દાગીના મેળવી લીધા હતા.બોડકદેવમાં રહેતા વિજય સતિકુંવર નવરંગપુરા સુપર મોલમાં જે.વી.એસ જવેલર્સ નામથી દુકાન ધરાવીને હોલસેલમાં દાગીનાનું કામ કરે છે. તેમની દુકાનમાં જે પણ કર્મચારી સેલ્સનું કામ કરતા હતા. તેમની સાથે એક જાણકાર અને એક શીખાઉ કર્મચારીને સાથે મોકલતા હતા.તેમની દુકાનમાં 8 વર્ષથી આકાશ મોડાસરા સેલ્સમાં નોકરી કરતો હતો. તેની ઓળખાણથી 4 વર્ષ પહેલા અંકુર રાણપરા (ઉમિયાનગર સોસાયટી, નિર્ણયનગર) ને નોકરી રાખ્યો હતો.
શરુઆતમાં 3 વર્ષ અંકુર ગુજરાતનું કામ સંભાળતો હતો. જેથી ગુજરાતના જ્વેલલર્સની દુકાને તે સેમ્પલના દાગીના લઈને જતો હતો અને ઓર્ડર લઈને આવતો હતો.
ઓર્ડર પ્રમાણે તે વેપારીઓને દાગીનાની ડિલીવરી કરીને પૈસા પણ લઈ આવતો હતો. જ્યારે 1 વર્ષ પહેલા અંકુરને ઉત્તર ભારતમાં કામ સોંપવામાં આવ્યું હંતુ.જો કે અંકુરની સાથે ધવલ જોશી નામનો બીજો કર્મચારી પણ સેલ્સના કામ સામે જતો હતો. 14 જુલાઈએ અંકુર અને ધવલ દહેરાદૂન ગયા હતા. જ્યારે ઓફિસના કર્મચારીઓએ અંકુર અને ધવલના હિસાબ ચેક કરતા તેમાં ભૂલો સામે આવી હતી.
જેથી ઓફિસ સ્ટાફે તે વિસ્તારના વેપારીઓને ફોન કરીને તપાસ કરતા 15 વેપારી એ અંકુર અને ધવલને ઓર્ડર આપ્યો ન હતો. તેમ છતાં તેમના નામે 22 કેરેટનું 7725 ગ્રામ સોનુ(કિંમત રૂૂ.7.24 કરોડ) નું અને રૂૂ.7.26 લાખની કિંમતના સ્ટોન લખવામાં આવ્યા હતા. જો કે ભાંડો ફૂટી જતા અંકુર ભાગી ગયો હતો.તેના પરિવારના સભ્યોની પૂછપરછ કરવા છતાં અંકુરની કોઈ ભાળ નહીં મળતા આખરે વિજયભાઈએ આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
