આજી ડેમ ચોકડી પાસેની ઘટના; પ્રૌઢને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયા
શહેરમાં ભાવનગર રોડ પર મહિકા ગામ પાસે આવેલા શ્યામકિરણ પાર્કમાં રહેતાં પ્રૌઢ આજી ડેમ ચોકડી પાસેથી ચાલીને જઈ રહ્યા હતાં ત્યારે રીક્ષા ચાલકે કાવો માર્યો હતો. જેથી રાહદારી પ્રૌઢે ઠપકો આપતાં રીક્ષા ચાલકે બોથડ પદાર્થ વડે મારમાર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મહિકા ગામના પાટીયા પાસે આવેલ શ્યામકિરણ પાર્કમાં રહેતા લાલજીભાઈ અરજણભાઈ ઝાલા (ઉ.45) રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં આજી ડેમ ચોકડી નજીક રવિવારી બજાર સામે રોડ પર ચાલીને જતાં હતાં ત્યારે અજાણ્યા રિક્ષા ચાલકે ઝઘડો કરી બોથડ પદાર્થ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં લાલજીભાઈ ઝાલા ચાલીને જઈ રહ્યા હતાં ત્યારે રીક્ષા ચાલકે કાવો માર્યો હતો. જેથી લાલજીભાઈ ઝાલાએ ઠપકો આપતાં રીક્ષા ચાલકે હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આક્ષેપના પગલે આજી ડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
