જામનગરના ગુલાબ નગરમાંથી એક સગીરાનું અપહરણ

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી તાજેતરમાં એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, જેને ઉઠાવી જવા અંગે મોરબીમાં રહેતા મોહિતગીરી હરેશગીરી ગોસ્વામી નામના શખ્સ સામે સગીરાની માતા…

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી તાજેતરમાં એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, જેને ઉઠાવી જવા અંગે મોરબીમાં રહેતા મોહિતગીરી હરેશગીરી ગોસ્વામી નામના શખ્સ સામે સગીરાની માતા દ્વારા સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

પોલીસ ફરિયાદમાં સગીરાને ઉઠાવી જવામાં મદદગારી કરવા અંગે મોહિત ના પિતા હરેશગીરી ગોસ્વામી ઉપરાંત કોઈ ગુલાબગીરી ગોસ્વામીએ પણ મદદ કરી હોવાથી તેઓ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પી એસ આઇ એમ વી મોઢવાડિયા સમગ્ર મામલામાં તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *