માંડા ડુંગરમાં પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ સિંદૂર પી લીધું

શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલ માંડા ડુંગરમાં રહેતા દંપતિ વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ સિંદૂર પી લીધુ હતું. પરિણીતાની તબીયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.…

શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલ માંડા ડુંગરમાં રહેતા દંપતિ વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ સિંદૂર પી લીધુ હતું. પરિણીતાની તબીયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે આવેલ માંડા ડુંગરમાં રહેતી રૂમીદેવી અનિલભાઇ શાહની નામની 27 વર્ષની પરિણીતાને નજીવા પ્રશ્ર્ને પતિ સાથે ઝઘડો થતાં સિંદૂર પી લીધુ હતું. પરિણીતાને તબીયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.

બીજા બનાવમાં માંડા ડુંગર વિસ્તારમાં આવેલા ગોકુલપાર્કમાં રહેતી કિરણબેન મયુરભાઇ નામની 30 વર્ષની પરિણીતાને રાત્રીના સમયે પતિ સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડામાં કિરણબેનને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોકત બંને બનાવ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *