બજરંગવાડી સર્કલ પાસે શેરીમાં સોમવારી બજારમાં પિતરાઈ બહેન રાજલબા સાથે ખરીદી કરવા ગયેલા ઉર્મિલાબા જયદીપસિંહ પરમાર (ઉ.વ.27, રહે. શેખપર, તા. મૂળી)ના રૂૂા.2.50 લાખની કિંમતના સોનાના સાંકળા અને 1500ની રોકડ સાથેનું પર્સ ચોરી થયાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી ઉર્મિલાબાએ જણાવ્યું હતું કે,તેમનું પિયર રાજકોટ જિલ્લો પડધરી તાલુકાનુ રાદડ ગામ છે. પિતાનુ નામ અરવિંદસિંહ રણજીતસિંહ જાડેજા છે. તેઓ છેલ્લા આશરે એક માસથી સાસરેથી પિયર રાદડ ગામ આવેલ છે.છેલ્લા આશરે પાચેક વર્ષ પહેલા પિતાએ તેમના માટે સોનાના સાંકળા નંગ-2 વજન આશરે 25 ગ્રામના ખરીદ કરેલ હતા.તેમના પિતાએ સોનાના સાંકળા ખરીદ કર્યા હોય જેથી બિલની જાણકારી હાલ તેમની પાસે નથી.તેમજ ઉર્મિલાબેનના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયેલ તે વખતે આપવામા આવેલ છે.તેમના પિતા હયાત નથી.
ગઈ તા.06/10 ના રોજ ઉર્મિલાબા સોનાના સાંકળામાથી બીજી વસ્તુ બનાવાની હોય અને તે સાંકળા રાજકોટમા બજરંગવાડીમાં આવેલ પટેલ જ્વેલર્સમાં બતાવાના હોય તેમજ તેમને બજરંગવાડીમાં સોમવારી બજારમાં પણ થોડી ખરીદી કરવાની હોવાથી જેથી તેઓ બન્ને સોનાના સાંકળા એક પર્સમાં રાખેલ હતા તેમજ તેમાં રૂૂા.1500ની રોકડ હતી તેમા રાખી તે પિતરાઈ બહેન રાજલબા (રહે. મનહરપુર-1, માધાપર પાસે)ની સાથે બજરંગવાડીમાં ગયા હતા.
બપોરે સોમવારી બજારમાં કપડાની ખરીદી કરવા માટે બને બહેનો નીચે બેસી કપડા જોતી વખતે ઉર્મિલાબાએ તેની પાસેની થેલી રાજલબાને આપી હતી જે તેણે બાજુમાં મુકી હતી.ખરીદી કર્યા બાદ પૈસા ચુકવવા પર્સ લેવા જતાં થેલીમાં રાખેલુ પર્સ કે જેમાં સાંકળા અને 1500ની રોકડ હતી તે જોવા મળ્યા ન હતા.બાદમાં આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
