અન્ય છ લોકો પણ ઠગાઈનો ભોગ બન્યા, બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાઈ
સ્કૂલમાં પુત્રનું રિઝલ્ટ લેવા ગયા ત્યારે ત્યાં મહિલાએ ઓળખાણ આપી અને ગઠિયા ગેંગનો પરિચય કરાવ્યો હતો
મવડી-પાળ રોડ પર શિવ ટાઉનશીપમાં રહેતા અને ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા નિતુબેન રાજેશભાઈ દાસ (ઉ.વ.34)ને મોબાઇલ ખરીદ-વેચાણનું કામ કરીએ છીએ, રોકાણ કરેલા નાણાંનો સારો નફો મળશે તેમ કહી બે મહિલા સહિત ચાર શખ્સોએ રૂૂા. 12 લાખનું રોકાણ કરાવી રકમ પરત નહીં આપી છેતરપિંડી કર્યાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
આ મામલે પ્રેમ વિજયભાઈ બુધ્ધદેવ (રહે. શિવધારા એપાર્ટમેન્ટ, સદગુરુનગર યુનિવર્સિટી રોડ),મહિમાબેન બિપીનભાઈ કક્કડ (રહે. દ્વારકા વિલેજ, રેલનગર), દર્શિલ મહેશભાઈ વાઘેલા (રહે. પુનિતનગર શેરી નં. 8,80 ફૂટ રોડ) અને તસ્લીમબેન રફીકશા શાહમદાર (રહે.રંગોલીપાર્ક, કટારિયા ચોકડી પાસે)ની સામે ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે.નિતુબેને પોલીસને જણાવ્યું છે કે,તે 2023માં તપસ્વી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નોકરી કરતા હતા. તે સમયે તેની સાથે નોકરી કરતાં મહિમાબેન સાથે પરિચય થયો હતો.ત્યારબાદ તેણે તે સ્કૂલમાંથી નોકરી છોડી દીધી હતી. પરંતુ પુત્ર ત્યાં અભ્યાસ કરતો હોવાથી 2024માં તે તેના પુત્રનું રિઝલ્ટ લેવા ગયા હતાં.
આ સમયે મહિમાબેને તેને વાત કરી હતી કે તેનો કોઈ મિત્રપ્રેમ બુધ્ધદેવ છે તે મોબાઇલની ખરીદ-વેચાણનું કામ કરે છે, તેમાં તમે રોકાણ કરો તો અવેજ પેટે સારો નફો આપે છે. જો તમારે રોકાણ કરવું હોય તો તમે મને જણાવજો, હું સારું એવું વળતર અપાવીશ તેવી વાત કરી હતી.
ત્યારબાદ તેણે હા પાડતા ગઇ તા.30-3-24નાં તે અને મહિમાબેન હરિહર ચોક પાસે સ્ટાર ચેમ્બર, ઓફિસ નં. 401માં ગયા હતા. જ્યાં મહિમાનો પુત્ર પ્રેમ અને દર્શિલ વાઘેલા તેમજ તસ્લીનબેન હાજર હતાં. તેમણે જણાવ્યું હતું કે તે મોબાઇલનું બલ્કમાં ડીલીંગ કરે છે, તેના માટે તેને રોકાણકારોનું જરૂૂરિયાત છે, મોબાઇલનો સ્ટોક આવી ગયો છે, તે નફો જે લોકોએ રોકાણ કરેલું હોય તેના પ્રમાણમાં પોતાનું અને મહિમાબેનનું કમિશન બાદ કરી વહેચણી કરે છે તેમ જણાવ્યું હતું.આથી તા.30ના તેમણે મહિમાબેનને ગૂગલ પે મારફતે રૂૂા. 55 હજાર, ત્યારબાદ અલગ-અલગ સમયે મળી કુલ રૂૂા.12 લાખ તેણે આરોપીઓને આપ્યા હતાં.
ત્યારબાદ તેણે પોતાના રોકાણ બદલ થનારું વળતર અને નાણા પરત માગતા આરોપીઓએ જુદા-જુદા સમય આપતા હતાં. આથી તેણે આ મામલે અરજી કરી હતી. જેને લઈ આરોપી પ્રેમે ગઈ તા. 3-પનાં લખાણ કરી આપ્યું હતું કે તા.20-6 સુધીમાં રોકાણ અને વળતરના મળી રૂૂા. 25 લાખ પરત આપી દેશે. જેથી જે તે સમયે સમાધાન થઇ ગયું હતું. એટલું જ નહીં આરોપીઓએ અન્ય વિભાબેન જયેશભાઈ વડાલિયા, ચિંતન કિરીટભાઈ ઝીંઝુવાડિયા,બલરામ સંજય પંડિત,મોતી નારણભાઈ સિંધવ,સારા રત્નાભાઈ જોગરાણા અને પાર્થ નરેન્દ્રભાઈ બાવળા સાથે પણ ઠગાઈ કર્યાનું જાણવા મળતા ફરિયાદ નોંધાવી હતી.
