બહુમાળી ભવનના પ્યુનનું હૃદયરોગના હુમલાથી મોત

આંબેડકરનગરમાં પરિણીતાએ ફિનાઈલ ગટટાવ્યું રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટ એટેકથી વધુ એક મોત નીપજ્યુ છે. ગાંધીગ્રામમાં રહેતા…

આંબેડકરનગરમાં પરિણીતાએ ફિનાઈલ ગટટાવ્યું

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટ એટેકથી વધુ એક મોત નીપજ્યુ છે. ગાંધીગ્રામમાં રહેતા બહુમાળી ભવનના પ્યુનને હૃદય રોગનો હુમલા જીવલેણ નીવડ્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામ શેરી નં.2માં રહેતા પ્રવીણભાઇ બચ્ચુભાઇ મકવાણા (ઉ.વ.59)નામના પ્રૌઢ ગઇકાલે સાંજે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતુે આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇ એક બહેનમાં નાના અને બહુમાળી ભવનમાં પ્યુન તરીકે નોકરી કરતા હતા તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.

જયારે થોરાડા વિસ્તારમાં આવેલા આંબેડકરનગર શેરી નં.14માં રહેતી પાયલ દિપકભાઇ ચાવડા (ઉ.વ.25) નામની પરિણીતાએ અગમ્ય કારણોસર ફિનાઇલ પી લેતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *