શાપર વેરાવળમાં રહેતી ડિમ્પલબેન (ઉ.વ.27) નામની પરિણીતા કેકેવી ચોક પાસે આવેલા બોનાનઝા હેર સલુનમાં તેની દીકરીઓ સાથે વાળ કપાવવા આવી ત્યારે હુડકો ચોકડી પાસે શ્રી હરિ સોસાયટીમાં રહેતો તેનો પુરુષમિત્ર શંભુદાન ભીમદાન ગઢવી પણ ત્યાં આવ્યો હતો અને તેમને કહ્યું કે સલૂનવાળા તારા વાળ કાપી તને અડે એ મને પસંદ નથી તેમ કહી બે ત્રણ ઝાપટ મારી દીધી હતી.આ મામલે પતિને જણાવી સમગ્ર હકીકત જણાવી યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ડિમ્પલબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમના પતિને કારખાનું છે.તેમજ સંતાનમાં બે દીકરી છે.તેઓની નજીકમાં રહેતા મોહીતભાઈ નિમાવત નાઓની મારફતે અગાઉ ત્રણેક મહિના પહેલા શંભુદાન ભીમદાન ગઢવીની ઓળખાણ થયેલ હતી.ત્યારબાદ તેઓ બન્ને ફ્રેન્ડ થયા હતા.આ જુના ફ્રેન્ડ શંભુદાન ભીમદાન ગઢવી વિરૂૂધ્ધ અરજી કરેલ હતી.ગત તા.20/09ના રોજ હું મારી બન્ને દિકરીઓને સાથે લઈને અહીંયા રાજકોટ શહેરમાં કેકેવી હોલ પાસે બોનાન્ઝા સેલુન પાસે સાંજના આઠેક વાગ્યે આવી હતી.જેની જાણ મેં આ શંભુદાન ગઢવીને કરતા તેણે મને ફોનમાં વાતચીત કરી અમો બન્ને ભેગા થયેલ હતા.
જેથી તેણે મને કહેલ કે,તને સલુન વાળા વાળ કાપી અડે તે મને પસંદ નથી, તેમ કહી તે ઉશ્કેરાઈ ગયેલો જેથી મેં તેને કહેલ કે, મારી બન્ને દિકરીઓના હેર કટીંગ માટે અમો આવ્યા છીએ. જેથી ઉશ્કેરાઈને ગાળો બોલી બે-ત્રણ ઝાપટો મારી ઝઘડો કરવા લાગતા મેં તેને કહેલ કે, મારે તારી સાથે કોઈ પણ પ્રકારનો વહેવાર રાખવો નથી. તેમ કહેતા તે એકદમથી ઉશ્કેરાઈ ગયેલો અને મને તથા મારી બન્ને દિકરીઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગેલ હતો.ત્યારે તેણે મને સમજાવતા અમારે સમાધાન થઈ ગયેલ હતું.
જેથી હું એક રીક્ષામાં બેસીને મારી બન્ને દિકરીઓની સાથે તેના ઘરે ગયેલ હતી.ત્યારબાદ બીજા દિવસે બપોરે ફરીથી મને જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ હતી કે,તું તારા પરીવારને છોડી દે જે અને મારી સાથે રહેવા માટે આવી જાજે નહીં, તો તને તારા પરીવાર સાથે પતાવી દઈશ.તેવી ધમકી આપતા આ હકીકતની જાણ મેં મારા પતિને કરતા હું તથા મારા પતિ સાથે મળી યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ કરતા હેડકોન્સ્ટેબલ યુવરાજસિંહ જાડેજાએ વધુ તપાસ શરૂૂ કરી છે.
આ ઘટના મામલે પોલીસે આરોપી શંભુદાન ગઢવીને ગંગોત્રી પાર્ક મેઈન રોડ પાસેથી દારૂૂ પીધેલી હાલતમાં રીક્ષા ચલાવી નીકળતા તેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવી પ્રોહી. નો ગુનો નોંધાયો હતો.
