રણછોડનગરમાં દુકાન પાસે ગાળો બોલતા શખ્સને ટપારતા વેપારીને માથામાં પથ્થર ઝીંક્યો

શહેરના સામા કાંઠે રણછોડ નગરમાં ગોકળનંદાની શેરીમાં જવેલર્સની દુકાન ધરાવી ઇમિટેશનનો વેપાર કરતા ગોવિંદભાઇ રામજીભાઈ સોલંકી(ઉ.વ.49)એ જાહેરમાં ગાળો બોલતા વશરામ સિંધવ(રહે.ભગીરથ સોસાયટી)ને ગાળો બોલવાની ના…

શહેરના સામા કાંઠે રણછોડ નગરમાં ગોકળનંદાની શેરીમાં જવેલર્સની દુકાન ધરાવી ઇમિટેશનનો વેપાર કરતા ગોવિંદભાઇ રામજીભાઈ સોલંકી(ઉ.વ.49)એ જાહેરમાં ગાળો બોલતા વશરામ સિંધવ(રહે.ભગીરથ સોસાયટી)ને ગાળો બોલવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈ છરી બતાવી માથામાં પથ્થરનો ઘા ઝીંકતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ અંગે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદી ગોવિંદભાઈએ જણાવ્યુ હતું કે,બન્ને ભાઈઓ રણછોડનગર શેરી નં 03, ગોકળ નન્દાની શેરી ખાતે ભાડે જગ્યા રાખી ઇમીટેશનનો વેપાર કરે છે.તા.25/09ના રોજ સાંજના હુ તથા મારો નાનો ભાઈ પંકજભાઈ અને અમારી દુકાનનો સ્ટાફ અમો અમારી દુકાન પર હાજર હતા તે સમયે કોઈ અજાણ્યો વ્યક્તિ અમારી દુકાનની બહાર શેરીમા ગાળો બોલતો હોઈ જેથી મે તેમનો અવાજ સાંભળતા મે તેમને ભુંડુ બોલવાની ના પાડતા તે વ્યક્તિ અચાનક ઉશ્કેરાઈ જઈ તેમની પાસે રહેલ છરી જેવુ હથીયાર મને બતાવી અને મને પણ જેમ ફાવે તેમ બોલવા લાગેલ અને કહેલ કે, હુ તને જાનથી મારી નાખીશ.

બાદ મને દુકાનમાથી બહાર બોલાવી અને મારા માથાના ભાગે પથ્થર મારેલ તેથી તે પથ્થર મારા માથા વાગતા મને લોહી નિકળવા લાગેલ બાદ તુરંત જ મારો નાનો ભાઈ પંકજ આવી ગયેલ બાદ મયુરભાઈએ પોલીસને કોલ કરી પોલીસ 112 જનરક્ષક ગાડી બોલાવેલ તેથી આ સામાવાળાને પોલીસની ગાડીમા બેસાડી પોલીસ સ્ટાફ લઈ ગયો હતો અને આ મામલે ફરિયાદી ગોવિંદભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *