વકીલને ખામી યુક્ત સેવા આપવાનું સ્પાઇસ જેટ એરલાઇન્સને ભારે પડ્યું: 1.61 લાખ વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ

ફલાઇટ સમયસર ટેક ઓફ નહીં થતા અને સામાન લેવામાં પણ મોડું થતા વકીલે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી’તી રાજકોટના ધારાશાસ્ત્રી અશ્વીનભાઈ ગોસાઈને તેના નેપાલના વિમાની પ્રવાસ…

ફલાઇટ સમયસર ટેક ઓફ નહીં થતા અને સામાન લેવામાં પણ મોડું થતા વકીલે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી’તી

રાજકોટના ધારાશાસ્ત્રી અશ્વીનભાઈ ગોસાઈને તેના નેપાલના વિમાની પ્રવાસ વખતે સેવામાં ખામી બદલ સ્પાઈસ જેટ એરલાઈન્સને રૂૂા. 1,61,001 વાર્ષીક 6 %ના ચડતા વ્યાજ સહિત ચુકવવા રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસની હકીકત મુજબ, રાજકોટના યુવા એડવોકેટ અશ્વિનભાઇ ગોસાઈએ ખાતેના અન્ય વકીલ મિત્રો સાથે રાજકોટથી નેપાળ મુકામે ફરવા જવા માટે મેક માય ટ્રિપ મારફત રાજકોટથી દિલ્હી માટે સ્પાઈસ જેટની ટિકિટ કરાવેલ જે ફલાઈટ ટીકીટ રૂૂ. 8,403/- હતી. ત્યારબાદ ફરીયાદીને દિલ્હી પહોંચ્યા બાદની વિસ્તારા એરલાઈન્સની ટીકીટ બુક કરાવેલ હતી. જેની ટિકિટ રૂૂ. 8,053/- હતી.

બંને ફલાઈટની વચ્ચે 4 કલાકનો સમય હોય તેમજ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ચેક ઈનનો સમય 3 કલાકનો હોય, જેથી ફરીયાદી સરળતાથી કાઠમાંડુ પહોંચી શકે તે પ્રમાણે ટિકિટ બુક કરાવેલ હતી.

પરંતુ ફરીયાદીએ જે સ્પાઈસ જેટની ફલાઈટની ટિકિટ બુક કરાવેલ હતી તે સમયસર ઉપડેલ નહી અને સમયસર કેમ નથી ઉપડી તેની જાણ પણ કોઈ પેસેન્જરને કરેલ નહીં, અને ફલાઈટના તમામ પેસેન્જરોએ વિરોધ દર્શાવતા તે ફ્લાઈટ ખુબ મોડી અને તે જ દિવસે 12:20 કલાકે દિલ્હી એરપોર્ટ ઉપર ઉતારેલ, ત્યારબાદ ફરીયાદી લગેજ લાઈનમાં સામાન લેવા માટે ગયેલા, તો ત્યાં પણ આશરે 30 મિનિટ જેટલો સમય બાદ પણ ફરીયાદી તથા અન્ય પેસેન્જરોનો સામાન આવેલ નહી. ત્યારબાદ સ્પાઈસ જેટના કોઈ કર્મચારી આવી અને બધાને જાણ કરેલ કે કોઈપણ પેસેન્જરનો સામાન આવેલ નથી.

તે સમયે બધા પેસેન્જરોએ વિરોધ દર્શાવેલ અને ત્યારબાદ તેઓએ ફરીયાદીને એક ફોર્મમાં સહી કરવાનું જણાવેલ અને ફરીયાદીનો સામાન ખુબ જ મોડો આવેલ, જેથી સ્પાઈસ જેટ એરલાઈન્સની બેદરકારીના કારણે ફરીયાદીએ બુક કરાવેલ અન્ય ફ્લાઈટમાં સમયસર પહોંચી શકેલ નહી, સ્પાઈસ જેટ એરલાઈન્સની બેદરકારીના કારણે તા. 14/ 08/ 2022ના રોજ દિલ્હીમાંજ રોકાવું પડેલ અને તે સમયે હોટલ બુક કરાવેલ જે હોટલનું ભાડું રૂૂા.2.100/- તથા જમવાનો તથા ટ્રાન્સપોર્ટ તથા અન્ય ખર્ચ મળી રૂૂા. 2, 500/- એમ કુલ ખર્ચ રૂૂા. 4,600/- અંકે રૂૂપિયા ચાર હજાર છસી પુરા સ્પાઈસ જેટ એરલાઈન્સની કસુરના કારણે ફરીયાદીને ભોગવવો પડેલ, તેમજ અન્ય વકીલમિત્રો તેઓની કાઠમંડુ મુકામે રાહ જોતા હોય, જેથી ફરીયાદી વકીલે અર્જન્ટ ફલાઈટ બુક કરેલ જેની ટીકીટ રૂૂા.16,445 સ્પાઈસ જેટ એરલાઈન્સની બેદરકારીના કારણે ચુકવવા પડેલ.

જેમાં સ્પાઈસ જેટ એરલાઈન્સની બેદરકારીના કારણે પડેલી ઉપરોક્ત મુશ્કેલીઓ સંદર્ભે સ્પાઈસ જેટ એરલાઈન્સને લીગલ નોટીસ મોકલ્યા બાદપોતાના એડવોકેટ કશ્યપ વિરેન્દ્રભાઈ ઠાકર મારફતે રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (મુખ્ય)માં સ્પાઈસ જેટ એરલાઈન્સએ અયોગ્ય વેપાર નિતી-રીતી અપનાવી સેવામાં ખામી બદલની ફરીયાદ દાખલ કરી ખર્ચ રૂૂા.1,61,001/- વ્યાજ સહિત મેળવવા માટે દાદ માંગેલ હતી.

આ કામમાં ફરીયાદીના વકીલની ધારદાર દલીલો અને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના રજૂ કરાયેલા ચુકાદાઓ ધ્યાને લઈ રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (મુખ્ય) દ્વારા સ્પાઈસ જેટ એરલાઈન્સને સેવામાં બેદરકારી કરવા સંબંધે અરજદાર વકીલને રકમ રૂૂા. 1,61,001 પુરા 6%ના ચડતા વ્યાજ સહિત તેમજ ફરીયાદના ખર્ચ પેટે રૂૂા. 5,000 ચુકવવાનોનો હુકમ કર્યો છે. આ કામે ફરીયાદી વતી સીનીયર ધારાશાસ્ત્રી પીયુષભાઈ શાહ, યુવા ધારાશાસ્ત્રી કશ્યપ વિરેન્દ્રભાઈ ઠાકર, નીતેશભાઈ કથીરીયા, ચિત્રાંક વ્યાસ, નીવીદભાઈ પારેખ, રવિ મુલીયા, નેહાબેન વ્યાસ, બીનાબેન પટેલ, હર્ષીલભાઈ શાહ, ભાવીનભાઈ રૂૂઘાણી, રાજુભાઈ ગૌસ્વામી, સચીન ગોસ્વામી, રીનાબેન સરના રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *