શાપર-વેરાવળમાં 7 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ

કારખાનાની ઓરડીમાં સુતેલી બાળકી ઉપર જાતિય હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ શાપર-વેરાવળમાં આવેલા એક કારખાનામાં રહેતા પરપ્રાંતિય પરિવારની 7 વર્ષની બાળકી કારખાનાની ઓરડીમાં સુતી…

કારખાનાની ઓરડીમાં સુતેલી બાળકી ઉપર જાતિય હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

શાપર-વેરાવળમાં આવેલા એક કારખાનામાં રહેતા પરપ્રાંતિય પરિવારની 7 વર્ષની બાળકી કારખાનાની ઓરડીમાં સુતી હતી ત્યારે એક નરાધમે તેના કપડા ઉતારી તેની ઉપર જાતિય હુમલો કરતાં આ મામલે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. શાપર-વેરાવળ પોલીસે આ શખ્સને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. આ બનાવને પગલે નરાધમ સામે લોકોએ ભારે ફીટકાર વર્ષાવ્યો છે. મજુર પરિવારની બાળકી સાથે આ કૃત્ય કરનાર શખ્સને ઝડપી લેવા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે.

મળતી વિગતો મુજબ, શાપર-વેરાવળમાં આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં કારખાનામાં કામ કરતાં પરપ્રાંતિય પરિવારની 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર શખ્સ સામે ભોગ બનનાર સાત વર્ષની બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ મામલે શાપર-વેરાવળ પોલીસે ભોગ બનનાર બાળકીની માતાની ફરિયાદને આધારે મુળ ખેડા જિલ્લાના ગળતેશ્ર્વરના વતની સોનીપુર પીપળ ફળીયુમાં રહેતા શૈલેષ ગીરવટ લક્ષ્મણ સામે ભારતીય ન્યાય સહીતાની કલમ મુજબ તથા પોકસો એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

શાપર-વેરાવળના ભુમિ ગઈટ-2 સ્મશાનની બાજુમાં આવેલા એક કારખાનામાં કામ કરતાં મુળ ઉત્તર પ્રદેશનાં હમીપુર તાલુકાના રાથ ગામના વતની પરપ્રાંતિય પરિવારની સાત વર્ષની બાળકી કારખાનામાં આવેલ રૂમની ઓરડીમાં એકલી હોય ત્યારે આ શખ્સ શૈલેષ પરમાર ત્યાં ધસી ગયો હતો. બાળકીના માતા અને પિતા બન્ને કારખાનામાં મજુરીએ ગયા હોય ત્યારે આ શખ્સે બાળકીના કપડા કાઢી અને પોતે પણ નગ્ન થઈને બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ મામલે દેકારો થતાં બાળકીના પરિવારજનો દોડી આવ્યા હતાં.

આ નરાધમ શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો. જે મામલે શાપર વેરાવળ પોલીસ મથકમાં ભોગ બનનાર બાળકીના માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતાં શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઈ આર.બી.રાણા અને તેમની ટીમે ગુનો નોંધી જાતિય હુમલો કરનાર ખેડા તાલુકાના ગળતેશ્ર્વરનાં શૈલેષ પરમારની શોધખોળ શરૂ કરેલ છે. કારખાનાની ઓરડીમાં બનેલા આ બનાવથી નરાધમ સામે ભારે ફીટકાર વરસાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *