ગુજરાતના લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC ) એક ભવ્ય સ્વરૂૂપ ધારણ કરી રહ્યું છે. તાજેતરમાં સામે આવેલા ફોટોગ્રાફ્સ અને એરિયલ વ્યૂઝ દર્શાવે છે કે, આ પ્રોજેક્ટ તેના ઐતિહાસિક મહત્ત્વને આધુનિક સ્થાપત્ય સાથે કેવી રીતે જોડી રહ્યો છે. 4500 વર્ષ જૂના લોથલ બંદરનો વારસો હવે નવી પેઢી માટે ટેક્નોલોજી અને ડિઝાઇન દ્વારા ફરી જીવંત થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે NMHC પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરશે અને તૈયાર થયેલા ભાગોનું નિરીક્ષણ કરશે.
ઉપરથી જોતાં આ વિશાળ કોમ્પ્લેક્સ એક સુઆયોજિત નગર જેવું લાગે છે, જે પ્રાચીન હડપ્પન ટાઉન પ્લાનિંગના સિદ્ધાંતોથી પ્રેરિત છે. તેની મધ્યમાં એક વિશાળ જળાશય અને તેની ફરતે વિવિધ બ્લોક્સ ગોઠવાયેલા છે. મ્યુઝિયમની ઇમારતોની છત એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે, તે વાસ્તવિક જહાજોના સઢ જેવી દેખાય છે, જે સમગ્ર પ્રોજેક્ટના દરિયાઈ વિષયવસ્તુને દૃષ્ટિગોચર કરે છે. આ દૃશ્યમાન સ્થાપત્ય શૈલી જ મુલાકાતીઓને તેના ભવ્ય દરિયાઈ ઇતિહાસનો અહેસાસ કરાવે છે. આશરે 400 એકરની વિશાળ જમીન પર ફેલાયેલા આ કોમ્પ્લેક્સમાં, વર્તમાન નિર્માણ હેઠળના પ્રથમ તબક્કા (ઙવફતય 1અ)માં, મ્યુઝિયમનું મુખ્ય કેન્દ્રબિંદુ તૈયાર થઈ રહ્યું છે. તેમાં ભારતીય નૌસેના અને કોસ્ટ ગાર્ડને સમર્પિત એક વિશાળ ગેલેરીનો સમાવેશ થાય છે. આ ગેલેરીની બહાર આઇએનએસ નિશંક, સી હેરિયર એરક્રાફ્ટ અને ઞઇં3 હેલિકોપ્ટર જેવા નૌકા કલાકૃતિઓ પ્રદર્શિત કરાશે, જે અત્યંત પ્રભાવી દેખાવ ઊભો કરશે.
