જામનગર મેળાના રૂ.41 લાખના ગોટાળા પ્રકરણમાં ડી.એમ.સી. દ્વારા તપાસ શરૂ

જામનગરમાં ગત મહિને યોજાયેલા શ્રાવણી મેળામાં સરકારી તિજોરીને રૂૂ.41 લાખનું નુકશાન પહોંચાડવામાં આવ્યું હોવાના વિપક્ષે કરેલા આક્ષેપ બાદ મ્યુ. કમિશનરને પુરાવા સાથે આવેદન આપીને તપાસની…

જામનગરમાં ગત મહિને યોજાયેલા શ્રાવણી મેળામાં સરકારી તિજોરીને રૂૂ.41 લાખનું નુકશાન પહોંચાડવામાં આવ્યું હોવાના વિપક્ષે કરેલા આક્ષેપ બાદ મ્યુ. કમિશનરને પુરાવા સાથે આવેદન આપીને તપાસની માંગણી કરતાં કમિશનર દ્વારા આ મામલે ડેપ્યુટી કમિશનરને તપાસ કરવાનો આદેશ કરાયા બાદ ડેપ્યુટી કમિશનરે તપાસ નો ધમધમાટ શરુ કર્યો છે.

વિપક્ષના પુર્વ નેતા અલ્તાફભાઈ ખફી, કોંગ્રેસના શહેર મહામંત્રી આનંદભાઈ ગોહિલ અને સાજીદભાઈ બ્લોચ તથા અન્ય વિપક્ષ ના કોર્પોરેટરોએ ગઈકાલે મ્યુ. કમિશનર ડી. એન. મોદીને રૂૂબરુ મળીને આપેલા આવેદનમાં જણાવાયું છે કે, મનપા દ્વારા મેળાના ટેન્ડરની પક્રિયા પુર્ણ કરીને તા.24 જુલાઈ-2025ના રોજ તંત્રને રૂૂ.ર,07,85,242ની આવક થઈ હોવાનું જાહેર કરાયું હતું. ટેન્ડરની શરતો મુજબ ડિપોઝીટની રકમ અને ભાડાના નાણા ફક્ત ડિમાન્ડ ડ્રાફ્ટથી જ સ્વીકારવાના હતા. મેળો તા.24 ઓગસ્ટના રોજ પુરો થઈ ગયો. પરંતુ હજી સુધી મહાનગરપાલિકાની તિજોરીમાં રૂૂ.2.07 કરોડ જમા થવાને બદલે રૂૂ.1.99 કરોડ જમા થયા છે. રૂૂ.41 લાખની વસુલાત હજી સુધી થઈ નથી.

આ રૂૂ.41 લાખની રકમ ના ગોટાળા મામલે મહાનગરપાલિકાના એસ્ટેટ શાખાના જવાબદાર અધિકારી, ક્ધટ્રોલીંગ અધિકારી વગેરે સામે ભ્રષ્ટાચારમાં સંડોવણીનો કોંગીએ આક્ષેપ કરીને જો જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, તો. કોર્પો. સામે ઉગ્ર આંદોલનની ચિમકી આપી છે.

આથી સમગ્ર મામલે મ્યુ. કમિશનર ડી. એન. મોદીએ ડે. કમિશનર ડી.એન. ઝાલાને તાત્કાલિક તપાસ કરીને અહેવાલ આપવા સુચના આપવામાં આવી હતી. એના પગલે ડીએમસી દ્વારા આજથી તપાસનો ધમધમાટ શરૂૂ કરી દેવાયો છે અને ટૂંક સમયમાં જ આ સમગ્ર કૌભાંડમાં કોની કોની સંડોવણી છે, તે અંગેનો અહેવાલ રજૂ કરાયા બાદ જ સામે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *