ગુજરાત મિરર, રાજકોટ તા.13
શહેરનાં પંચનાથ પ્લોટ શેરી નંબર.9માં રહેતા અને એડવર્ટાઈઝીંગનું કામ કરતા જલાધી અજીત ઝવેરી ઉ.વ.31નાં મકાનમાંથી તસ્કરો રૂૂપીયા 10.50 લાખની રોકડ 59 લાખનાં દાગીના મળી કુલ રૂપીયા 67.39 લાખની મત્તાની ચોરીનો ભેદ એ.ડીવીઝન પોલીસે ઉકેલી નાખી ઝવેરીના ઘરે અગાઉ નોકરી કરતા પૂર્વ કર્મચારી રાજસ્થાની શખ્સ સહિત ત્રણની ધરપકડ કરી મુદ્દામાલ રીકવર કરવા તજવીજ હાથ ધરી છે. જલાધી ઝવેરીએ પોલીસને જણાવ્યું કે, તે એક એડવર્ટાઈઝીંગનું કામ કરે છે. પંચનાથ પ્લોટ શેરી નંબર-9માં તે તેના દાદા સુતારભાઈ બહેન ભૌપ્રિતા, પત્ની મિથીલા અને રસોઈકામ કરતા ઈસમ ઉપરાંત સફાઈ કર્મી સોહનલાલ અને પ્રતાપ વગેરે સાથે રહે છે. તેના મકાનમાં તેના દાદાનો રૂૂમ જે પહેલા માળે આવેલો છે.
તે લાકડાના કબાટમાં તેના ધંધાના અને બચતનાં રૂપીયા ઉપરાંત સોના ચાંદીના ઘરેણા તેમાં મુકતા હતાં.ગઈ તા. 15.8.નાં તેના દાદા એ હીસાબ કરીને રૂૂા. 10.50 લાખની રોકડ રાખી બન્ને ખાના લોક કરી તેની ચાવી ત્યાં જ કબાટમાં રાખેલ કોટ વચ્ચે રાખી હતી. જયારે કબાટને લોક કરી તેની ચાવી પોતાની પાસે રાખી હતી. ગઈ તા. 4નાં દાદાને રૂૂપીયાની જરૂૂર પડતા સવારે કબાટ ખોલી કોટની અંદર રાખેલી ખાનાની ચાવી ચેક કરતાં ચાવી મળી ન હતી.
આથી કારીગરને બોલાવી ખાના ખોલાવતા તેમાં રાખેલ રૂૂા. 10.50 લાખની રોકડ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂૂા. 67.36 લાખની મત્તા હતી તે જોવા નહી મળતા પરિવારના સભ્યોને વાત કરી હતી. આ અંગે ઘરમાં તપાસ કરવા છતાં ઘરેણા કે રોકડ નહી મળી આવતા અંતે આ અંગે ફરીયાદ નોંધવી હતી.આ અંગે એ ડિવિઝન પીઆઇ બી.વી.બોરિસાગર ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં લાગી હતી. આ ચોરીનો ભેદ ઉકેલાવામાં એ ડિવિઝન પોલીસને સફતાળ મળી છે. આ ચોરીમાં સંડોવાયેલા પૂર્વ કર્મચારી રાજસ્થાની શખ્સ અને બે મિત્રોની ધરપકડ કરી હતી. ચોરીમાં ગયેલ મુદ્દમાલ રીકરવ કરવા તજવીજ હાથ ધરી છે.
