રાજકોટના કારખાનેદારની પુત્રીનું પરિવારની હાજરીમાં વિધર્મી શખ્સ દ્વારા અપહરણ

20 દિવસ પૂર્વે રાજકોટથી ઉઠાવી ગયા બાદ પોલીસે મુકત કરાવતા દાદાના ઘરે આતંક મચાવી સ્કૂટર ઉપર બેસાડી ઉઠાવી ગયો, પોલીસે ગુંદાળા ચોકડી પાસેથી ઝડપી પૌત્રીને…

20 દિવસ પૂર્વે રાજકોટથી ઉઠાવી ગયા બાદ પોલીસે મુકત કરાવતા દાદાના ઘરે આતંક મચાવી સ્કૂટર ઉપર બેસાડી ઉઠાવી ગયો, પોલીસે ગુંદાળા ચોકડી પાસેથી ઝડપી પૌત્રીને મુકત કરાવી

રાજકોટના કારખાનેદારની પુત્રીનું દાળિયા ગામેથી વિધર્મી શખ્સે પરિવારની હાજરીમાં ધરાર અપહરણ કરતા સનસનાટી મચી ગઈ હતી. ગોંડલના દાળિયા ગામે પટેલ પરિવારના ઘરે જઈ વિધર્મી શખ્સે આંતક મચાવી ધમકી આપી યુવતીનું અપહરણ કરતા આ મામલે ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુંદાળા ચોકડી પાસેથી વિધર્મી શખ્સને ઝડપી યુવતીને મુક્ત કરાવી હતી. રાજકોટના કારખાનેદારની પુત્રીનું વિધર્મી શખ્સે 20 દિવસ પૂર્વે પણ અપહરણ કર્યું હતું ત્યારે રાજકોટ પોલીસે તેને પુનાથી શોધી મુક્ત કરાવી હતી બાદમાં તે દાળિયા ગામે દાદાના ઘરે રહેતી હોય ત્યાં વિધર્મી શખ્સે બીજી વખત પરિવારની હાજરીમાં યુવતીને ઉઠાવી જઈ આંતક મચાવ્યો હતો. પોલીસે ગુનો નોંધી વિધર્મી શખ્સની ધરપકડ માટે તજવીજ શરુ કરી છે.

મળતી વિગતો મુજબ ગોંડલના દાળિયા ગામે રહેતા અને ખેતી કામ કરતા ખેડૂત વીઠલભાઇ રણછોડભાઇ સખીયા (ઉવ 70)ની ફરિયાદને આધારે વાડધરી ગામના વિધર્મી ઇરસાદ રફીકભાઇ જુનેજાનું નામ આપ્યું છે. ફરિયાદમાં વિઠલભાઈએ જણાવ્યું છે કે, તે ખેતી કામ ક્રરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મારે સંતાનમા બે દીકરાઓ છે જેમા મોટો દીકરો પરેશભાઈ અને નાનો મનોજભાઇ છે.

હુ તથા મારી પત્ની હેમીબેન અમે અમારા દીકરા પરેશભાઈની સાથે રહીએ છીએ મારા દીકરા પરેશને સંતાનમા એક દીકરો અને એક દીકરી છે જેમા મોટો જયવીન ના લગ્ન થઇ ગયેલછે અને તેને રાજકોટ કારખાનુ છે અને રાજકોટ રહે છે અને જયવીન થી નાની દીકરી જે નવી મેંગણી ગામે ધોરણ 10 સુધી ભણેલછે. પૌત્રી એક વર્ષથી મારા દીકરાના દીકરા જયવીન ના ઘરે રાજકોટ એક વર્ષથી રહેતી હતી. ગઇ સાતમ આઠમ પહેલા વીસેક દીવસ પહેલા પૌત્રી અને વાડધરીનો ઇરસાદ રફીકભાઈ જુનેજા રાજકોટ થી ભગાડી ગયો હતો. જે અંગે રાજકોટ સીટીમા ગુમસુધાની ફરિયાદ કરી હતી. આ મામલે તપાસ બાદ જયવીન અને રાજકોટની પોલીસે પુના જઇને પૌત્રી અને ઇરસાદ ને શોધી પૌત્રીને આ વિધર્મી શખ્સના ચુંગાલ માંથી મુક્ત કરાવી હતી.પૌત્રીને પ્રેમજળમાં ફસાવી ઇરસાદ તેને રાજકોટ થી ભગાડી ગયો હતો. પછી રાજકોટ પોલીસે યુવતીને મુક્ત કરાવી પરિવારને કબજો સોંપેલ હતો ત્યાર થી પૌત્રી દાદા સાથે દાળીયા ગામે રહેતી હતી.

ગઈ કાલે સવારે અગીયારેક વાગ્યે વિઠલભાઈનો પુત્રી પરેશ અને તેની પત્ની વાડીએ ગયા હોય અને વિઠલભાઈ તથા તેમના પત્ની અને પૌત્રી દાળીયા ગામે અમારા ઘરે હાજર હતા તે વખતે વાડધરીનો ઈરસાદ રફીકભાઇ જુનેજા ઘરે આવ્યો અને પૌત્રીને ઉઠાવી જવાનું કહેતા વિઠલભાઈએ ઈરસાદ ને રોકતા ઇરસાદે ઘરમાં ઘુસી આંતક મચાવી વિઠલભાઈને કહેલ કે ડોસા આધો જા મને રોકવાની કોશીષ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહી પૌત્રીને તેના મોટર સાયકલમા બેસાડીને દાળીયા ગામથી ભરૂૂડી તરફના રસ્તે જતો રહેલ પછી આ બાબતે વિઠલભાઈએ ગામના સરપંચ અને બીજા ગામ લોકોને જાણ કરેલ હતી. આ બાબતે પોલીસને જાણ કરતા ઇરસાદ રફીકભાઇ જુનેજા અને વિઠલભાઈની પૌત્રીને ગુંદાળા ચોકડી પાસેથી પોલીસે પકડી મુક્ત કરાવી હતી. ઇરસાદ રફીકભાઇ જુનેજા હજુ પણ પટેલ પરિવાર ઉપર હુમલો કરે તેવી દહેશત હોય આ મામલે પોલીસ ફરિયાદ નોધાવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *