સિધ્ધનાથ કોટેક્ષ પ્રા.લી.ના પાંચ સંચાલકોને છેતરપિંડીના કેસમાં જામીન મુક્ત કરતી કોર્ટ

ચોટીલા પંથકમાં ફડચામાં ગયેલી જિનિંગ કંપનીના પાંચ સંચાલકો સામે સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોના 8 પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા વિશ્વાસઘાત સહિતના ગુનાના કામે ધરપકડ થયા પછી ચાર્જશીટ…

ચોટીલા પંથકમાં ફડચામાં ગયેલી જિનિંગ કંપનીના પાંચ સંચાલકો સામે સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોના 8 પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા વિશ્વાસઘાત સહિતના ગુનાના કામે ધરપકડ થયા પછી ચાર્જશીટ બાદ પાંચ સંચાલકો દ્વારા જુદા જુદા શહેરોની અદાલતોમાં કરવામાં આવેલી જામીન અરજીઓ અદાલતો દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ અંગેની હકીકત મુજબ ચોટીલા થાનગઢ રોડ ઉપર આવેલ સિધ્ધનાથ કોટેક્ષ પ્રા.લી. સને 2017ની સાલથી કાર્યરત હતું, પરંતુ સદરહું જિન ફડચામાં જતા અલગ અલગ વ્યકિતઓના તથા પેઢીઓના કરોડો રૂૂપિયા આ સિધ્ધનાથ કોટેક્ષ પ્રા.લી.માં ફસાઈ ગયા બાબતે અલગ વેપારીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ એટલે કે ચોટીલા, બોટાદ, સાવરકુંડલા, દામનગર, મહુવા, જસદણ, અમદાવાદ ગ્રામ્ય તથા શહેર એમ કુલ 8 ફરીયાદો દાખલ થયેલ હતી. જેમાં આરોપી તરીકે સિધ્ધનાથ કોટેક્ષ પ્રા.લી.ના ડિરેકટર દર્શન રમણીકભાઈ ભાલાળા, વિરેન સુરેશભાઈ લુણાગરીયા, વહીવટ કર્તા તરીકે સુરેશ ગોવિંદભાઈ લુણાગરીયા, રમણીકભાઈ ચકુભાઈ ભાલાળા અને પ્રિયા કોટનના ડિરેકટર જતીનકુમાર મગનલાલ સોરઠીયા વિરૂૂધ્ધ ઉપરોકત 8 જગ્યાએ તાજેતરમાં બી.એન.એસ.ની કલમ 316(2), 316(5), 318(2), 318(3), 62(2)(એ), 3(5) વિગેરે મુજબના ગુન્હાઓ નોંધાયા હતા.

ઉપરોકત ફરીયાદો દાખલ થયા બાદ તમામ જગ્યાએ ઉપરોકત આરોપી સંચાલકોની જુદા જુદા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ સદરહું કામમાં તમામ ગુન્હાઓમાં ચાર્જશીટ અદાલતમાં રજુ કરવામાં આવેલ હતા. તેમાં ચાર્જશીટ બાદ તમામ આરોપીઓ તરફે જુદી જુદી અદાલતોમાં જામીન અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેમાં તે મતલબની બચાવની રજૂઆતો કરવામાં આવી હતી કે સદરહું ફરીયાદો જોવામાં આવે તો તમામ વેપારી વ્યવહાર છે અને સિવિલ તકરાર છે. તેમજ કહેવાતા બનાવ અંગેની જે કલમો મુજબની ફરીયાદો લેવામાં આવેલ છે તેવો કોઈ ગુન્હો બનતો નથી. તમામને મોટાભાગની રકમ પરત મળી ગયેલ છે. તપાસ પુર્ણ થઈ ગયેલ છે. દસ્તાવેજી પુરાવા આધારીત કેસ છે. તમામ દસ્તાવેજો કબ્જે થઈ ગયેલ છે. હવે તપાસમાં હાજરીની જરૂૂરીયાત રહેતી નથી.

તેમજ આરોપીઓએ ફરીયાદીઓ સાથે કોઈ વિશ્વાસધાત કે છેતરપિંડી કરેલ હોય તેવું ચાર્જશીટ જોતા મળી આવતું નથી. આ મતલબની બચાવપક્ષની દલીલો અને પોલીસ તપાસના કાગળો તેમજ ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈ તમામ અદાલતો દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવા હુકમ કર્યો હતો.આ કામમાં તમામ આરોપીઓ વતી રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, જયવિર બારૈયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર, જય અકબરી તથા યશેશ ખેર એડવોકેટ તરીકે રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *