રામનાથપરા અને દામજી મેપા સોસાયટીમાં જુગારનો દરોડો, ત્રણ મહિલા સહિત 10 ઝડપાયા

રાજકોટ શહેરના રામનાથપરા અને સહકાર મેઇન રોડ પર આવેલા દામજી મેપા સોસાયટીમાં જુગારના દરોડા ત્રણ મહિલા સહિત 10 શખ્સોના ઝડપી લેવામાં આવ્યા હતા.આ મામલે પોલીસે…

રાજકોટ શહેરના રામનાથપરા અને સહકાર મેઇન રોડ પર આવેલા દામજી મેપા સોસાયટીમાં જુગારના દરોડા ત્રણ મહિલા સહિત 10 શખ્સોના ઝડપી લેવામાં આવ્યા હતા.આ મામલે પોલીસે કુલ 25 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પ્રથમ દરોડામાં રામનાથ પરા શેરી નંબર 5 માં આવેલા રાજુભાઈ ના મકાનમાં જુગાર ચાલતો હોવાની બાતમી પરથી એ ડિવિઝનના પીએસઆઇ રાણા,કરણભાઈ સહિતના સ્ટાફે દરોડો પાડી સુમન સુકરઅલી શેખ,જહુરુદિન સમસુદિન મૌલા,મીરાજ મીંતુ શેખ અને સુદીપ નોડેસ દાસને ઝડપી 12 હજારનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

સહકાર નગર મેઇન રોડ પીપળીયા હોલ પાસે દામજી મેપા સોસાયટી શેરી નંબર.છ પાસે જાહેરમાં જુગાર રમતા વિપુલ નવનીત મારુ,હિરેન રસિક જાની,શામજી ભુપત ગોહેલ,સોનલ નરેશ રાઠોડ, પ્રભાબેન વીરજીભાઈ સાગઠીયા અને ખ્યાતિબેન વીરજીભાઈ સાગઠીયાની ધરપકડ કરી 13 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *