વધુ એક વખત કૂટણખાના પર દરોડો : મેનેજર, સંચાલક અને દલાલની ધરપકડ

રાજકોટમાં હોટલોમાં ચાલતા દેહવેપાર અંગેની ફરીયાદો ઉઠતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગની ટીમે સ્પા બાદ હોટલોમાં તપાસ કરતા ગોંડલ રોડ પર વેલ્વેટ હોટલમાં સંચાલકો દલાલ મારફતે કુટણખાનુ…

રાજકોટમાં હોટલોમાં ચાલતા દેહવેપાર અંગેની ફરીયાદો ઉઠતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગની ટીમે સ્પા બાદ હોટલોમાં તપાસ કરતા ગોંડલ રોડ પર વેલ્વેટ હોટલમાં સંચાલકો દલાલ મારફતે કુટણખાનુ ચલાવતો હોવાની માહીતીને આધારે દરોડો પાડી સંચાલકો,મેનેજર દલાલ સહીત પાંચ શખસોને પકડી લઈ તેની સામે એ ડિવીઝનમાં ગુનો નોધાવતા આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસની પુછતાછ માં ગ્રાહકો પાસેથી 2500 રૂૂપીયા લઈને યુવતીઓને 1000 આપતા હોવાનુ બહાર આવ્યુ હતુ. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, ગોડલ રોડ પર હોટલ વેલ્વેટમાં દલાલો મારફતે બહારથી ગ્રાહકો બોલાવી કુટણખાનુ ચાલતુ હોવાની માહીતીને આધારે પીઆઈ બી.એમ.જનકાંત સહીતે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડી રાજ્ય બહારની યુવતીઓને મુકત કરાવી 80 ફૂટ રોડ સત્યમ પાર્કમાં રહેતા હોટલ સંચાલક હરીશ વેજાભાઈ ખાવડુ,પ્રવિણ ઉર્ફે પેપ્સી નાઘેરા,મૂળ દ્વારકાના વસઇના અને હાલ માયાણીનગર શેરી.2માં રહેતા મેનેજર કિશન કારાભાઇ માણેક,મૂળ પોરબંદરના અને હાલ મોરબી રોડ ઇન્ફિનિટી હોટેલમાં રહેતા વેઈટર રાહુલ જયસુખભાઈ મારૂૂ અને દલાલ જીતેન્દ્ર ચંદુભાઈ રાઠોડની અટકાયત કરી હતી.

તમામની પુછતાછ કરતા છેલ્લા પાંચ માસથી દલાલ મારફતે બહારથી ગ્રાહકો બોલાવી 2500 લઈને યુવતીઓ અને દલાલ 1000-1000 અને હોટલ સંચાલકને 500 આપતા હોવાનુ બહાર આવતા એડવીઝન પોલીસે ગુનો નોધી હોટલ સંચાલક સહીતના આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.આ મામલે એ ડિવિઝન પોલીસના પીએસઆઇ બી.આર.સાવલિયાએ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *