કોંગ્રેસના પ્રવકતા તુષિત પાણેરીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર ફરજીયાત હેલ્મેટનો કાયદો લાગુ કરવાની છે. ટુ વ્હીલે ચાલકોના માથાની સલામતી માટે હેલ્મેટ કેટલું સુરક્ષિત બની શકે. આ દલીલમાં હું પડવા માગતો નથી. સુરક્ષા પરીપેક્ષ કે અન્ય કોઈ કારણોસર દરેકના વિચારો ભિન્ન હોય શકે. વધુમાં હું એ પણ સ્પષ્ટતા કરી દઉં કોંગ્રેસ પક્ષ નો હોદેદાર હોવા છતા હું કોઈ રાજકીય આક્ષેપ કરવાને બદલે માત્ર પ્રત્યક્ષ જોઈ શકાતી – અનુભવી શકાતી નરી વાસ્તવિકતા ની જ વાત કરીશ.
તેમણે જણાવેલ છે કે, રાજકોટ શહેરના લગભગ એસી ટકા રોડ રસ્તા મા દોઢ થી બે ફૂટ ના ખાડા છે. વળી રાજકોટ મનપા ના સ્ટેન્ડિંગ ચેરમેન એ હજી મહિના દિવસ પહેલા પેસ મમણ બેશર્મી પૂર્વક નિવેદન આપ્યું કે અમે વર્ષ મા બે વાર રોડ બનાવીએ છીએ., સ્ટેન્ડિંગ ચેરમેન નુ આ નિવેદન જ સાબિતી છે કે રાજકોટ મહાનગર પાલિકાની હદમાં બનેલા દરેક રોડ છ આઠ મહિનામાં જ તૂટી જાય છે કેમકે રોડની ગુણવત્તા સાવ હલકી છે.
જાહેર માર્ગો પરના બેફામ દબાણોને કારણે વિકૃત રીતે વકરતી જતી ટ્રાફિક સમસ્યા – ચાલીને જતા કોઈ પણ ઉંમરના લોકો માટે સરકાર દ્વારા ફૂટપાથની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. તેમજ ફૂટપાથથી અમુક ચોક્કસ ફૂટનું માર્જીન ટાઉન પ્લાનિંગના નિયમાનુસાર જે તે બિલ્ડિંગના પાર્કિંગ માટે રાખવાની (માત્ર કાગળ પર) જોગવાઈ છે પરંતુ રાજકોટના દરેક જાહેર માર્ગો પર પાર્કિંગના માર્જીન – ફૂટપાથથી લઈને મેઈન રોડ સુધી બેકામ દબાણો જોવા મળે છે.
ગુજરાતની સુજ્ઞ જનતા હાઉસ ટેકસ, વ્હિકલ ટેકસ, રોડ ટેકસ વગેરે પેટે કરોડો રૂૂપિયા ચૂકવતી હોવા છતા સત્તાધીશો ને સારા રોડ રસ્તા બનાવવા નથી. માર્ગો અને ફૂટપાથ પરના દબાણો દૂર કરવા નથી પણ લોકોને ફરજીયાત હેલ્મેટ પહેરાવવા છે. આ બેધારી – બેહૂદી નીતિ મને મંજૂર નથી એટલે જ આજથી મે સાયકલ” ચલાવવાનો નિર્ણય કર્યો છે.
ચાર મહિના પહેલા ઇન્દિરા સર્કલ પાસે સિગ્નલ પર ઉભેલા પાંચ નિર્દોષ લોકોને સિટી બસ ના ડ્રાઈવરે કચડીને મારી નાખ્યા, પંદર વીસ દિવસ પહેલા લીબડા ચોક પાસે એક હાર્ડવેર ના ધંધાર્થી યુવક ને ખાનગી ટ્રાવેલ્સે ઉડાડી દીધો જેમા તે યુવકનું મોત થયું. હું આજથી સાયકલ ચલાવવાનો છે તેમ છતા રાજકોટ શહેરના કોઈ પણ માર્ગો પર મને કોઈ બેફામ વાહન ચાલક કચડી નાખે કે મારું માથું ફાટી જાય તો એની સંપુર્ણ જવાબદારી આજથી રાજકોટ મહાનગરપાલિકાના શાસકો – અધિકારીઓની, રાજકોટ શહેર પોલીસની અને રાજ્યના મુખ્યમંત્રીની રહેશે.
