જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા સબીર જાનમામદ લાખા નામના 45 વર્ષના યુવાનને પોતાની વાડી પાસે ઇલેક્ટ્રીક વાયરમાંથી વિજ આંચકો લાગતાં તેનું મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ હાસમભાઇ જાન મામદ લાખાએ પોલીસને જાણ કરતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.જી. જાડેજા એ બનાવ ના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યે પોતાની વાડીએ જવાનું કહીને ઘેરથી નીકળ્યો હતો, ત્યારબાદ પોતે ઘરે પરત આવ્યો ન હતો, અને ફોન પણ ઉપાડતો ન હતો. તેથી પરિવારના સભ્યો તેને શોધવા માટે ગયા હતા, જે દરમિયાન વાડીના શેઢે તેને ઇલેક્ટ્રીક વાયરમાંથી શોર્ટ લાગવાથી તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાણવા મળ્યું હતું.
