દ્વારકામાં ભાદરવી પૂનમે ભાવિકો દર્શને ઉમટી પડ્યા

યાત્રાધામ દ્વારકામાં ગઇકાલે રવિવારના ભાદરવા સુદ પૂનમ અને ચંદ્ર ગ્રહણ હોવાથી બોપર બાદ 1:30 વાગ્યા પછી જગત મંદિર બંધ થૈઇ ગયેલ હતું. કાળીયા ઠાકોરના દર્શન…

યાત્રાધામ દ્વારકામાં ગઇકાલે રવિવારના ભાદરવા સુદ પૂનમ અને ચંદ્ર ગ્રહણ હોવાથી બોપર બાદ 1:30 વાગ્યા પછી જગત મંદિર બંધ થૈઇ ગયેલ હતું.

કાળીયા ઠાકોરના દર્શન કરવા વહેલી સવારથી ભાવિકો ઉમટયા હતા. પુનમ હોવાથી વહેલી સવારથી ગોમતીઘાટ ઉપર પવિત્ર સ્નાન કરવા વૈષ્ણવો ઉમટયા હતા. ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
જોકે જગત મંદિરે સ્વર્ગ દ્વાર છપ્પન સીડીએ થી મંદિરમા શ્રીજી ના દર્શન કરવા જવા એન્ટ્રી હોવાથી સંખ્યાબંધ ભાવિકોની લાંબી કતારો લાગી હતી.

પુર્ણિમા હોવાથી વારદાર પૂજારીએ ઠાકોરજીને લાલ કલરના વસ્ત્રો સાથે શ્રીજીને મોર મુગટ ધારણ કરાવી સોના ચાંદીના હીરા જડિત આભુષણો નો અલૌકિક શિંગાર ની ઝાખી કરી ભાવીકોને દર્શન કરાવ્યા હતા.
ઉલ્લેખનીય છેકે ચંદ્રગ્રહણ ના લીધે બપોર બાદ મંદિર બંધ હોવાથી સંખ્યાબંધ ભાવીકોએ બપોર ડોઢ વાગ્યા સુધી ઠાકોરજીના દર્શને પહોંચી આવ્યા હતા.

ત્યારે દ્વારકા પીઆઇ અક્ષય બારસીયા સહીત પોલીસ સ્ટાફે યાત્રિકોને ભીડના કારણે અગવડતા ન પડે તે માટે છપ્પન સિડી પાસે ખડે પગે રહી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ભાવીકો શાંતિથી ઠાકોરજીના દર્શન પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *