હત્યાના ગુનામાં આજીવન કેદની સજામાં પેરોલ મેળવી બે મહિનાથી ફરાર કેદી ઝડપાયો

હત્યા તેમજ હથિયાર ના ગુન્હામા આજીવન સજા પામેલ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ મેળવી છેલ્લા બે મહિનાથી ફરાર કોટડાસાંગાણીના અનીડા વાછરા ગામના શખ્સને પકડી લોધીકા…

હત્યા તેમજ હથિયાર ના ગુન્હામા આજીવન સજા પામેલ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ મેળવી છેલ્લા બે મહિનાથી ફરાર કોટડાસાંગાણીના અનીડા વાછરા ગામના શખ્સને પકડી લોધીકા પોલીસે તેને રાજકોટ જીલ્લા જેલ હવાલે કર્યો હતો.

રાજકોટ રેંજ આઈજી અશોક કુમાર યાદવ સાથે જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગર્જર દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના નાસ્તા ફરતા તથા પેરોલ જમ્પ તથા વચગાળાના જામીન ઉપરથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે સુચના અન્વયે ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શનહેઠળ લોધીકા પોલીસ મથકના પી.આઈ યુ.આર.ડામોર અને તેમની ટીમે લોધીકા પોલીસ મથકના હત્યા અને હથિયારના ગુન્હામાં આજીવન કેદની સજા પામેલ કોટડા સાંગાણીના અનીડા વાછરા ગામના ઇશાક ઉર્ફે ઘોઘો સુલેમાનભાઇ અબુભાઇ જોબણ (ઉ.વ.-65) રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી ગત તા-24/06/2025 10 દિવસની પેરોલ રજા મેળવી ફરાર થઇ ગયેલ હોય જે નોંઘણચોરા ગામના બસ સ્ટેન્ડે હોવાનું ખાનગી રાહે હકિકત મળતા તેની ધરપકડ કરી પકડી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો. લોધીકા પોલીસ મથકના પી.આઈ યુ.આર. ડામોર, એ.એસ.આઇ.હિતેશભાઇ ભાણાભાઇ, રવિરાજસિંહ જગતસિંહ, માવજીભાઇ જશાભાઇ, જયેશભાઇ ધારાભાઇ, નરેન્દ્રભાઇ ચંન્દ્રશંકર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *