ધોરાજીની પરિણીતા ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટ

ધોરાજીની પરણિતાને ઈન્સ્ટાગ્રામ મારફતે ફ્રેન્ડશીપ કરી બ્લેકમેઈલ કરી રકમ પડાવી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને ધોરાજી સેશન્સ કોર્ટે નિર્દોષ મુકત કરતો હુકમ કર્યો છે. ધોરાજી પોલીસ…

ધોરાજીની પરણિતાને ઈન્સ્ટાગ્રામ મારફતે ફ્રેન્ડશીપ કરી બ્લેકમેઈલ કરી રકમ પડાવી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને ધોરાજી સેશન્સ કોર્ટે નિર્દોષ મુકત કરતો હુકમ કર્યો છે.

ધોરાજી પોલીસ સ્ટેશનમાં તા.07/02/2025 ના ધોરાજીની પોષ વિસ્તારની પરણિતાએ આરોપી એકાંત અશોકભાઈ વોરા વિરૂૂધ્ધ એવી ફરીયાદ લખાવેલ કે આરોપીએ ઈન્સ્ટાગ્રામ મારફતે કોન્ટેકટ કરી ફ્રેન્ડશીપ કરી પરણિતાના પતિ ધંધાર્થે વધુ સમય બહાર રહેતા હોય તેની એકલતાનો ગેરલાભ લઈ પરણિતાના ઘરે દુધ દેવાના બહાને જઈ પરણિતા સાથે 10 થી 12 વખત ફેબ્રુઆરી 2024 થી ઓકટોબર 2024 વચ્ચે મરજી વિરૂૂધ્ધ બળજબરી પુર્વક સમાજમાં બદનામ કરવાની તેમજ તેના પતિને જાણ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજારેલ તેમજ પરણિતાને બ્લેકમેઈલ કરી રોકડમાં તેમજ ગુગલપે મારફતે રકમો પડાવી તેમજ મોંઘી રકમની ઘડીયાળની ખરીદી કરાવી વારમવાર બળાત્કાર ગુજારેલ હોય આરોપીના ત્રાસથી કંટાળી જઈ પરણિતાએ તેના પતિને તમામ હકીકત જણાવી દીધેલ અને પરણિતાને એવું લાગતા પોતે પોતાના પતિને લાયક ન હોય તેણીએ પોતાના પતિ પાસેથી છુટાછેડા લઈ લીધેલા અને ત્યારબાદ માનસીક સ્વસ્થ થતા તથા તેના પિયર દ્વારા તેણીને હિંમત આપવામાં આવતા તેણીએ આરોપી વિરૂૂધ્ધ બનાવ સબંધે તેણીએ ફરીયાદ નોંધાવેલી. પોલીસે આરોપીની ધરપકડ કરેલી અને પુરતી તપાસના અંતે આરોપી વિરૂૂધ્ધ નામદાર ધોરાજી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલુ સદરહું કેસ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલીજતા આરોપીપક્ષે વકિલ અરવિંદકુમાર જી. કાપડીયા એ ફરીયાદપક્ષના સાક્ષી સાહેદોની વિસ્તૃત ઉલટતપાસ લેવાયેલ તેમજ ઉચ્ચ અદાલતોના ચુકાદાના સિધ્ધાંતો ટાંકી વિસ્તૃત દલીલ કરેલ જેની સાથે સહમત થઈ ધોરાજી એડી.ડિસ્ટ્રી.એન્ડ સેશન્સ કોર્ટના જજ એ.એમ.શેખે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ કરેલ. આ કામમાં આરોપીના બચાવ પક્ષે ધોરાજીના વકિલ અરવિંદકુમાર જી. કાપડીયા, જયદિપ ટી. કુબાવત અને પાર્થ વી. વઘાસીયા રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *