કોઇ પોલીસ અમારા આર્મીવાળાનુ કાંઇ કરી નહીં લે તમારી ઔકાત શુ છે, મહિલા કોન્સ્ટેબલને પતિનો ત્રાસ

પત્નીને પોલીસમાં નોકરી મળ્યા બાદ સુધરવાને બદલે પતિ બગડયો, પતિ-સાસુ-સસરા સામે ગુનો નોંધાયો પોપટપરા જેલની બાજુમાં પોલીસ લાઈનમાં રહેતી અને ગાંધીગ્રામ પોલીસમાં ફરજ બજાવતી અને…

પત્નીને પોલીસમાં નોકરી મળ્યા બાદ સુધરવાને બદલે પતિ બગડયો, પતિ-સાસુ-સસરા સામે ગુનો નોંધાયો

પોપટપરા જેલની બાજુમાં પોલીસ લાઈનમાં રહેતી અને ગાંધીગ્રામ પોલીસમાં ફરજ બજાવતી અને મૂળ કોડીનારની વતની અંજલીબેન વીજયકુમાર પરબતભાઈ ખરા(ઉ.વ.31)એ તેમના આર્મીમેન પતિ વિજય પરબત,સસરા પરબતભાઈ અને સાસુ આલીબેન સામે ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે.અંજલિબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,જામનગરના લાલપુર નિવાસી આર્મીમેન સાથે વિજયકુમાર પરબતભાઇ સાથે તેઓએ સિવિલ મેરેજ કર્યા હતા.તેમને સંતાનમાં સાત વર્ષની દીકરી છે.અંજલિબેન 2017 સુધી સાસરામાં રહેલ આ દરમ્યાન ત્રણેક મહીના સુધી મને સારી રીતે રાખેલ અને પતિ રજા ઉપર આવતા જતા હતા અને પતિ રજામાં આવતા ત્યારે સાસુ-સસરા જ્યા સુધી ધરવાળા હોય ત્યા સુધી સારુ વર્તન કરતા બાદ તેઓ મને ગાળો આપતા અને મને એવુ કેહતા કે તારા માની ઘરે થી તને શુ આપીયુ તુ જતી રે તારી માના ઘરે તેમ કહેતા હતા અને કેહતા કે તને રોટલા અમે અપીયે તુ અમારા ધરની કામ વાળી છો એમ મેટા ટોણા મારતા હતા.

બાદમાં એકવાર સાસુના કેહવાથી પતિ એ દારૂૂ પી અંજલિબેનને મારમાર્યો હતો.તેઓએ જાનથી મારી નાખશુ એવુ કહી ચુપ કરાવી દીધેલ બાદ પતિ રજા પુરી કરી નોકરીમાં પાછા જતા રહેલ બાદ અંજલિબેન માતાના ઘરે બે દિવસ માટે રોકાવા ગયા બાદ અમો 2017 ની ભરતીમા રાજકોટ રહી તૈયારી કરી તા.31/07/2017 મા અમને પોલીસની નોકરી વડોદરા ગ્રામ્યમાં મળી ગયા બાદ વડોદરા એકલી જતી રહેલ અને પોલીસ કર્મચારીઓ સાથે રહેતી આ દરમ્યાન પતિએ લાલચમાં ખુબજ સારો દેખાવ કરી સાથે રેહવા લાગ્યા હતા.બાદમાં દીકરીનો જન્મ થયા બાદ પતિનો સ્વભાવ ફરી બદલાઈ ગયો હતો.પતિ અવાર નવાર પૈસાની માંગણી કરતો હતો અને હમેશા ધમકી આપતો કે તને અને તારી દિકરી ને મારી નાખીશ અને કોઇ પોલીસ અમારા આર્મીવાળાનુ કાઇ તોડી ન લે તમારી ઓકાત શુ છે તેમ કહેતા અને તુ તારા સ્ટાફમાં ગમે તેની સાથે વાતો કરે તુ કોઈને રાખીને બેઠી છે તેમ કહીને અંજલિબેન ઉપર શંકાઓ કરી તેમને કાઢી મુકવાની ધમકી આપી ખરાબ વર્તન વારવાર કરતો હતો.

બાદમાં ફોન નંબર હાલતા બ્લોક કરી અને 12 મહીના સુધી અમારો કોઇ ખબર અંતર ન પુછે અને આવુ સને -2024 સુધી ચાલુ રહેલ અને મને એકલી મુકી દેતા જેથી તા.24/08/2024 ના અમોએ રાજકોટ કોર્ટમા ભરણ પોષણ નો કેશ કર્યો હતો.20 લાખની માંગણી કરી અંજલિબેનના માતાને કહ્યું કે હુ તમને અને માહિ અને અજલી ને જીવવા જેવા નહી રેહવા દઉં તે મ ધમકી આપી કહેલ કે રૂૂપીયા 50,000 કોઇને આપીએ તો માણસ ને મારી નાખે અને એક્સિડન્ટ થઈ જશે તો ખબર નહિ રહે તુ ને તારી દિકરી કેશ પાછો ખેંચી લો અને મને 20 લાખ આપી દો તેમ કહી ધમકી આપતા હતા.આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *