રાજકોટના મનહરપુરમાં પત્નીને ભગાડી ગયો હોવાની શંકાનો ખાર રાખી હેર કટિંગ દુકાન પાસે યુવાનને છરીના ઘા ઝીંકી હત્યાની કોશિશના ચાર વર્ષ પહેલાના કેસમાં સેશન્સ અદાલતે આરોપી અલ્તાફ ઉર્ફે ભાયોને 3 વર્ષની કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટ શહેરમાં સમાવિષ્ટ થયેલ મનહરપુર-2 માં રહી અભ્યાસ અને મજુરીકામ કરતો યુવાન મયુર ઉર્ફે લાલો ધરજીયા વર્ષ 2021ના એપ્રિલ મહીનાના એક દિવસે સાધના હેર આર્ટ દુકાને વાળ કપાવતો હતો, ત્યારે અલ્તાફ ઉર્ફે ભાયો સહિત બે શખસોએ જઇને તું મારી ઘરવાળીને અગાઉ એકાદ મહીના પહેલા લઈ ગયેલ હતો અને તે પાછી મારા ઘરે આવી ગયેલ હતી, આ મારી ઘરવાળી આજથી બે મહીના પહેલા મારા ઘરેથી જતી રહેલ હતી અને તે કયાં છે તે તને ખબર છે.
તેમ કહેતાં મયુર ધરજીયાએ નસ્ત્રહું તારી ઘરવાળીને ભગાડી ગયેલ નહોતો, તારા સાસુના કહેવાથી હું તારી ઘરવાળીને જામનગર તેના ફઈના ઘરે મુકવા ગયેલ હતોસ્ત્રસ્ત્ર તેમ કહેતાં અલ્તાફ ઉર્ફે ભાયો બેલીમ તથા તેનો બનેવી ટકોએ એકદમ ઉશ્કેરાઈ જઈ છરી કાઢી મયુર ધરજીયાને ખચાખચ છરીના ઘા ઝીંકી દઇ બંને ભાગી છુટ્યા હતા. દરમિયાન સાધના હેર આર્ટવાળા વિરાજ અને લોકો ભેગા થઈ જતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરેલ અને ત્યાં ખુદ મયુરે અલ્તાફ ઉર્ફે ભાયો અને તેના બનેવી ટકા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી આઈ.પી.સી. કલમ 307,504, 11, તથા જી.પી.એકટ 135 (1) મુજબનો ગુન્હો નોંધી આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. દરમિયાન આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા મૂળ ફરિયાદીના એડવોકેટ તરીકે સરકારી વકીલ રક્ષિત કલોલાએ ફરિયાદી અને સાહેદોની જુબાની લીધી હતી, ત્યારબાદ કેસ આખરી દલીલ ઉપર આવતા સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આરોપીઓએ ખૂબ જ ઝનૂનપૂર્વક ફરિયાદી ઉપર છરીથી હુમલો કર્યો હતો, આવા લોકો સમાજમાં ખુલ્લેઆમ ફરે તો માનવજીવન માટે ખૂબ જ જોખમરૂૂપ હોય જેથી આરોપીઓને સખત કેદની સજા કરવી જોઈએ, આ મતલબની દલીલો ધ્યાને લઈ શ જજે બંને આરોપી અલ્તાફે ભાઈઓ અને ટકાને આઈપીસી કલમ 307 504 11 તથા જીપીએફ 135 એકનો ગુનો માની બંનેને ત્રણ ત્રણ વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે. આ કામમાં સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યૂટર રક્ષિત કલોલા રોકાયા હતા.
