કોઠારિયા સોલ્વન્ટની યુવતીના ઘર પર ટોળાનો હુમલો, ધોકા મારી કૂતરીને મારી નાખી

‘તારો ભાઇ સંજય કયાં છે આજે તેને મારી નાખવો છે’ કહી ઘરમાં તોડફોડ કરી ફરિયાદીના સંબંધીના ઘરમાં પણ તોડફોડ કરી, છ શખ્સો સામે પોલીસમાં ગુનો…

‘તારો ભાઇ સંજય કયાં છે આજે તેને મારી નાખવો છે’ કહી ઘરમાં તોડફોડ કરી

ફરિયાદીના સંબંધીના ઘરમાં પણ તોડફોડ કરી, છ શખ્સો સામે પોલીસમાં ગુનો નોંધાયો

રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ પાસે આવેલા નારાયણ નગરમાં જુની અદાવતનો ખાર રાખી મહિલાના ઘરમાં ઘુસી છ શખ્સોએ તોડફોડ કરી હતી અને બાદમાં ફરિયાદીના સંબંધીના ઘરમાં પણ આરોપીઓએ તોડફોડ કરી ધોકા વડે માર મારી પાળતું કુતરીને મોતને ઘાટ ઉતારી હતી.આ મામલે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.વધુ વિગતો મુજબ, કોઠારીયા પાસે નારાયણ નગરમાં રહેતા જયશ્રીબેન બચુભાઇ ચૌહાણ(ઉ.વ.25) એ પોતાની ફરિયાદમાં અનિલ સંઘાણી,અક્ષય સંઘાણી,હિતેશ ઉર્ફે ઘઉ મકવાણા, સંજય ઉર્ફે માઈકલ,સુરેશ સંઘાણી અને અજય સોલંકીનું નામ આપતા તેઓની સામે ફરિયાદ નોંધાઈ છે.

જયશ્રીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તારીખ.25/08ના રાત્રીના આશરે બારેક વાગ્યા ની આસપાસ હું,માતા મુક્તાબેન તથા મોટા બહેન રંજનબેન એમ અમે અમારા ઘરે હતા ત્યારે અમારી આગળની શેરીમા રહેતા અમારા સમાજના અમારા દુરના સગા અનીલ સંઘાણી,તેનો ભાઇ અક્ષય સંઘાણી,હિતેશ ઉર્ફે ઘંઉ મકવાણા,અનીલનો મિત્ર સંજય ઉર્ફે માઇકલ અમારા ઘરની બહાર શેરીમા આવી સંજય ક્યાં છે આજે તો તેને મારી નાખવો છે.તેમ કહી ગાળો બોલતા હોય જેથી અમે બહાર ગયેલ અને તેઓને કહેલ કે સંજય અમારી સાથે રહેતો નથી.તે તેના ઘરે હશે તેમ કહેતા આ લોકો ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો આપવા લાગેલા અને આ ચારેયના હાથમા લાકડાના ધોકા હતા.

જેનાથી તેઓ અમારા ઘરના દરવાજા પર તેમજ બારી પર ધોકા મારી તોડફોડ કરવા લાગ્યા હતા અને થોડીવાર પછી સુરેશ સંઘાણી અને અજય સોલંકી પણ ત્યાં આવી ગયેલ અને તેઓ પણ મને કહેવા લાગેલ કે તારો ભાઇ સંજય ક્યાં છે આજે તો તેને મારી જ નાખવો છે કહી ગાળો બોલવા લાગેલ જેથી અમો અમારા ઘરની અંદર જઇ દરવાજો બંધ કરી દીધેલ અને આ લોકો બહાર જોર જોરથી ગાળો બોલી ઘરના દરવાજા તથા બારીઓ પર લાકડીઓના ધોકા મારી તોડફોડ કરી જતા 2હેલ હતા.

થોડીવારમા મારા મામાના દિકરા અમીતભાઇ ના પત્ની હેમાંશીબેન અમારા ઘરે આવેલ અને અમોને કહેલ કે,અનીલ સંઘાણી તથા તેનો ભાઇ અક્ષય સંઘાણી તથા હિતેશ ઉર્ફે ઘંઉ મકવાણા તથા અનીલનો મિત્ર સંજય ઉર્ફે માઇકલ અમારા ઘરે આવેલ હતા અને કહ્યું કે તારો ઘરવાળો અમીત ક્યાં છે તે સંજય સાથે ફરે છે તેને પણ મારવો છે તેમ કહી ગાળો બોલી અમારા ફળીયામા રહેલ અમારી પાલતુ કુતરી (ટીનુ)ને આ ચારેય લાકડાના ધોકા વડે મારવા લાગ્યા હતા.જેથી હું ડરી જતા ભાગી ને આવતી રહી છુ તેમ વાત કરેલ હતી બાદ અમો તેમના ઘરે જઇ જોતા ઘરના દરવાજા તથા બારીઓ તોડી નાખી હતી અને કુતરી (ટીનુ) મરી ગઈ હતી જેથી અમો ખુબ જ ડરી ગયા હતા અને આ કુતરી (ટીનુ)ની અમોએ અમારી રીતે દફન કરી નાખી છે.આ બનાવ બનવાનુ કારણ એ છે કે મારા ભાઇ સંજય સાથે આ લોકો ને અગાઉ ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી હુમલો કરી બંન્નેના ઘરે આશરે રૂૂ.25000/- નુ નુકશાન કર્યું હતું.આ મામલે આજીડેમ પોલીસમાં ફરિયાદ કરતા હેડકોન્સ્ટેબલ એ.જે.રાણા અને સ્ટાફે તપાસ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *