સંગઠન સુર્જન અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા અને શહેરોના પ્રમુખોની વરણી કરાઈ

રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ એઆઈસીસી દ્વારા વર્ષ 2025 ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.તેના અનુસંધાને સંગઠન સુર્જન અભિયાન ની શરૂૂઆત ગુજરાતથી કરવામાં…

રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ એઆઈસીસી દ્વારા વર્ષ 2025 ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.તેના અનુસંધાને સંગઠન સુર્જન અભિયાન ની શરૂૂઆત ગુજરાતથી કરવામાં આવી છેત્યારે રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 06/08/2025 થી 10/08/2025 સુધીમાં તાલુકા અને શહેરનો પ્રવાસ કરી તાલુકા અને શહેર ના આગેવાનો, તેમજ તમામ શ્રેણી ના હોદેદારો, કાર્યકરો સાથે પરામર્શ કરી તાલુકા અને શહેર પ્રમુખ ની નિયુક્તિ માટે પસંદગી ની પ્રક્રિયા નિરિક્ષક રાજભાઈ મેહતાજી અને પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડિયાજી અને હિતેશભાઇ વોરાની ઉપસ્થિતિમાં પૂર્ણ કરવામાં આવેલ હતી. તાલુકા અને શહેર પ્રમુખની નિયુક્તિ માટે પસંદગી ની પ્રક્રિયા અંગે નો રીપોર્ટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અમિતભાઈ ચાવડા ની મંજૂરી અર્થે મોકલેલ જે અનુસંધાને તારીખ 28 ઓગસ્ટ ને ગુરુવાર ના રોજ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખો ની નિમણૂક જાહેર કરવામાં આવેલ હતી જેમાં રાજકોટ તાલુકા પ્રમુખ નિશિતભાઈ ખૂંટ, ગોંડલ તાલુકા પ્રમુખ હર્ષદસિંહ ઝાલા, જામકંડોરના તાલુકા પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, જેતપુર તાલુકા પ્રમુખ ચંદ્રેશભાઈ પરમાર, લોધિકા તાલુકા પ્રમુખ કૌશિકભાઈ પાંભર, ધોરાજી તાલુકા પ્રમુખ રાજેશભાઈ અમૃતિયા, પડધરી તાલુકા પ્રમુખ મહિપાલભાઈ પાણ, ઉપલેટા તાલુકા પ્રમુખ લાખાભાઇ ડાંગર, જસદણ તાલુકા પ્રમુખ સુરેશભાઇ ગિડા, વીંછિયા તાલુકા પ્રમુખ મુકેશભાઈ રાજપરા તેમજ ગોંડલ શહેર પ્રમુખ આશિષભાઈ કુંજડીયા, ઉપલેટા શહેર પ્રમુખ લક્ષ્મણભાઈ ભોપાળા, ધોરાજી શહેર પ્રમુખ દિનેશભાઇ વોરા, જેતપુર શહેર પ્રમુખ ગોવિંદભાઇ ડોબરિયા, જસદણ શહેર પ્રમુખ ધીરુભાઈ છાયાણી અને ભાયાવદર શહેર પ્રમુખ તરીકે સંજયકુમાર ઝાલાવાડીયા ની નિમણૂક કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના તમામ શ્રેણી ના હોદેદારો, આગેવાનો, કાર્યકરો ભાઈઓ બહેનો આ નિમણૂક ને આવકારી અભિનંદન પાઠવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *