લક્ષ્મીનગરમાં પારકા ઝઘડામાં જોવા ગયેલા યુવાનને આરોપીએ પાઇપ વડે માર મારતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. વધુ વિગતો મુજબ લક્ષ્મીનગર સોસાયટી શેરી.2માં રહેતા ઉમેશભાઇ નારાયણભાઇ જાડેજા(ઉ.વ.54)એ વૈભવ ધોળકીયાનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધાઈ છે.ઉમેશભાઈએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે,ગઈ તા.18/08 ના રોજ સાંજના મારી પત્ની શીલાબા ને મુકવા માટે ભગવતીપરામાં રહેતા મારા નાના ભાઇ પ્રવિણસિંહના ઘરે મારી માલીકીની એક્ટીવા લઈને ગયો હતો અને રાત્રીના હું એકલો મારા ભાઇના ઘરેથી મારા ઘરે આવવા માટે મારૂૂ બાઈક લઇને નિકળેલ હતો ત્યારે લક્ષ્મીનગર શેરી નં 01, શુલભ સૌચાલય પાસે રાત્રીના આશરે પોણા નવેક વાગ્યાની આસપાસ પહોચતા ત્યા અમુક માણસો ઝઘડો કરતા હોય જેથી હું બાઈક સાઈડમાં રાખી ત્યા જોવા જતા મને કોઈએ પાછળથી આવી એક પાઇપ ડાબા કાન પર મારતા કાન માથી લોહી નિકળવા લાગેલ જેથી મે પાછળ ફરીને જોયુ તો લક્ષ્મીનગર શેરી નં 01 માં રહેતો વૈભવ ધોળકીયા હતો.આ અંગે માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
લક્ષ્મીનગરમાં પારકો ઝઘડો જોવા ગયેલા યુવાનને શખ્સે માથામાં પાઇપ ફટકાર્યો
લક્ષ્મીનગરમાં પારકા ઝઘડામાં જોવા ગયેલા યુવાનને આરોપીએ પાઇપ વડે માર મારતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. વધુ વિગતો મુજબ લક્ષ્મીનગર સોસાયટી શેરી.2માં રહેતા…
