નાના રણમાં ફસાયેલા નવ મિત્રો હેમખેમ મળ્યા, 15 કલાક તરસ્યા રહ્યા

વાછરા દાદાના દર્શન કરવા ગયા અને વરસાદમાં ફસાયા, શોધખોળ કરતા વાલીઓ અને પોલીસની ગાડી પણ ફસાઈ : ટ્રેકટર દ્વારા રેસ્કયુ કરાયું કચ્છના નાના રણમાં વરસાદ…

વાછરા દાદાના દર્શન કરવા ગયા અને વરસાદમાં ફસાયા, શોધખોળ કરતા વાલીઓ અને પોલીસની ગાડી પણ ફસાઈ : ટ્રેકટર દ્વારા રેસ્કયુ કરાયું

કચ્છના નાના રણમાં વરસાદ વચ્ચે ફસાયેલા 9 લોકોને 18 કલાકે ટ્રેક્ટર વડે રેસ્ક્યુ કરી પોલીસે બચાવ્યા હતા. જેમાં રણમાં ભૂલા પડેલા આ નવ યુવાનોને રણમાં ચાલીને શોધવા ગયેલા 3 વાલી પણ ફસાયા હતા. જ્યારે આ યુવાનોને બચાવવા ગયેલી પોલીસની થાર ગાડી પણ રણમાં વરસાદ વચ્ચે કાદવમાં ફસાઈ હતી. રણમાં કાદવમાં ચાલી ચાલીને ભૂખ્યા, તરસ્યા અને અધમૂવા થયેલા યુવાનોને 15 કલાકે પીવાનું પાણી નશીબ થયું હતું.
પાટડીના 9 મિત્ર બપોરે 2 વાગ્યે 4 બાઈક લઈને પાટડીથી ખારાઘોડા થઈને કચ્છના નાના રણમાં આવેલી ઐતિહાસિક વાછડાદાદાની જગ્યાએ દર્શન કરવા નીકળ્યા હતા. અને રણમાં વાછડાદાદાની જગ્યા માત્ર 10 કિમી દૂર હતી અને વરસાદ વરસવાનો શરૂૂ થયો હતો.

બાદમા મુશળધાર વરસાદ શરૂૂ થતાં આ 9 મિત્ર 4 બાઈક સાથે રણમાં અટવાયા હતા. બાદમાં દીશાભ્રમ થતાં રણમાં રસ્તો ભૂલી ગયા હતા. 9 મિત્રો પોતાની ચારેય બાઈકોને રણમાં જ મૂકીને પાટડી બાજુ આવવાના બદલે ધ્રાંગધ્રા તાલુકાના સુલતાનપુર તરફ આવી ગયા હોવાનો અંદેશો મળતા તેઓ ત્યાંથી પરત વળ્યાં હતા.
વેરાન રણમા એટલી હદે થાકી ગયા હતા કે તેઓ ભૂખ્યા અને તરસ્યા રણમાં નીચે જ સૂઈ ગયા હતા. બાદમાં એ 9 મિત્રોમાંથી 1 યુવાને પોતાના પિતા પોપટભાઈ બજાણીયાને મોબાઈલથી ફોન કરીને રણમાં વરસાદ વચ્ચે ફસાયા હોવાનું જણાવતા તેઓ ખારાઘોડાથી પગપાળા પાણીની બોટલો અને વેફરના પડીકા લઈને રણમાં પહોંચતા યુવાનોને 15 કલાકે પીવાનું પાણી નસીબ થયું હતું.

બાદમાં આ 9 મિત્ર સાથે 3 વાલી પણ રણમાં રસ્તો ભૂલીને અટવાઈ જતા મોબાઈલથી ક્ધટ્રોલ રૂૂમને જાણ કરી બચાવવા માટે અપીલ કરી હતી. બાદમાં સુરેન્દ્રનગર ક્ધટ્રોલ રૂૂમથી રાત્રે 3 વાગ્યે પાટડી પોલીસને જાણ કરતા પાટડી પોલીસે ટ્રેક્ટર દ્વારા 2 રણ ભોમિયાને સાથે રાખી સવારે 6 વાગ્યે રણમાં આ 12 જણાને દૂધ અને બિસ્કિટ ખવડાવી હેમખેમ રેસ્ક્યુ કરીને રણમાંથી બહાર કાઢ્યા હતા.

મોબાઈલ લોકેશનના આધારે પોલીસ યુવાનો સુધી પહોંચી રણમાં ભૂલા પડેલા આ 9 યુવાનોમાથી એકાદ બે યુવાનોના મોબાઈલ ચાલુ હોવાથી લોકેશનના આધારે પોલીસ એમના સુધી પહોંચી શકી હતી. જો એમના મોબાઈલની બેટરી પત્યા પછી જો બધાના મોબાઈલ બંધ થઇ ગયા હોત તો રણમાં એમને શોધવું મુશ્કેલ થઇ જાત.

કારણ કે આ રણ 5,000 ચો.કિમીમાં ફેલાયેલું છે. અને એમાંય આ 9 મિત્રમાંથી 3 મિત્રો અંધારામાં એકબીજાથી છૂટા પડી ગયા હતા. બાદમાં પોલીસે બધાને એકસાથે રહેવાનું જણાવતા બાદમાં તમામ 9 મિત્ર રણમાં સાથે થઇ ગયા હતા.

પોલીસ 2 રણભોમિયાનેસાથે લઈને રણમાં ગયા પાટડી પોલીસ સ્ટેશનના એએસઆઈ રોહિતભાઈ રાઠોડ હું અને મારી સાથે હેડ કોન્સ્ટેબલ દિપકભાઈ રાઠોડ એક થાર ગાડી અને ટ્રેક્ટર સાથે 2 રણ ભોમિયા સંજયભાઈ અને ઇસ્માઇલભાઈ મિયાણાને લઇ રાત્રે 3 વાગ્યે રણમાં ગયા હતા. જ્યાં રસ્તામાં અમારી થાર ગાડી પણ રણમાં કાદવમાં ફસાઈ હતી.

બાદમા ટ્રેક્ટરમા કે જેની લાઈટ પણ બંધ થઇ ગઈ હતી, એમાં આ બારેય લોકોને 4 બાઈક સાથે ટ્રેક્ટરમાં બેસાડી એ ટ્રેક્ટર દ્વારા જ રણમાં ફસાયેલી થાર ગાડીને પણ બહાર કાઢી વહેલી સવારે 9 વાગ્યે હેમખેમ પાટડી એમના ઘેર પહોંચાડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *