મોરબીના સોખડા ગામે ખેતરમાં વીજળી પડતાં આધેડનું મોત

મોરબીના સોખડા ગામની સીમમાં ખેતરમાં વીજળી પડતા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના સોખડા…

મોરબીના સોખડા ગામની સીમમાં ખેતરમાં વીજળી પડતા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના સોખડા ગામે રહેતા મુકેશભાઈ નરભેરામભાઈ સુરેલા (ઉ.45) ગત તા.17 ના રાત્રીના ખેતરમાં કામ કરતા હોય દરમિયાન વીજળી પડતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં મોરબીના લાલપર ગામની સીમમાં પ્રિયા સિરામિક કારખાનામાં આરો પ્લાન્ટમાં પાણી ભરવા જતા યુવાનને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના લાલપર ગામની સીમમાં પ્રિયા સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા માણિકચંદ્ર લલિત ગોપે (ઉ.35) એ ગત તા. 14 ના રોજ કારખાનામાં આરો પ્લાન્ટમાં પાણી ભરવા જતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ત્રીજા બનાવ મુજબ મોરબીના પાવડીયારી નજીક ઓયો લક્ઝરી સિરામિકના લેબર કવાર્ટરમાં યુવાને ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના પાવડીયારી નજીક ઓયો લક્ઝરી સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા સુરેશભાઈ મંગીલાલભાઈ માલવીયા એ ગત તા. 17 ના રોજ પોતાના લેબર કવાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *