Connect with us

જુનાગઢ

જૂનાગઢ ઉટડી ગામેથી જામગરી બંદૂક સાથે એક ઝડપાયો

Published

on

જૂનાગઢ એસ.ઓ.જી.ની ટીમે જૂનાગઢ જીલ્લાના માણાવદર પંથકમાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા સુચના આપેલ હોય. જે અન્વયે એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ. એ.એમ.ગોહિલ તથા એસ ઓ જી સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય.
એસ ઓ જી સ્ટાફને ખાનગીરાહે ચોક્ક્સ બાતમી મળેલ કે, રસુલ મામદ સોઢા ગામેતી, રહે. કેશોદ, મામલતદાર ઓફીસ પાછળવાળો ગે.કા. જામગરી બંદુક સાથે માણાવદર તાલુકાના ઉંટડી ગામની સીમમાં આવેલ ડેમ વિસ્તારમાં ફરે છે તેમની પાસે હથીયાર હોવાની ચોક્કસ બાતમી મળેલ જે ચોક્ક્સ બાતમીના આધારે ડેમ પાસેથી ઉપરોક્ત ઇસમને પકડી અંગ ઝડતીમાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક મળી આવતા માણાવદર પોલીસ સ્ટેશન ખાતે આ સંદર્ભે ગુન્હો નોંધી આગળની તપાસ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત

જૂનાગઢમાં ધો.12 પાસ યુવાન સાત વર્ષથી ‘બોગસ તબીબ’ બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો’તો

Published

on

By

પોલીસે પકડી અડધા લાખની એલોપેથિક દવાનો જથ્થો કબજે કર્યો

જૂનાગઢ નજીકના પ્લાસવા ગામે જિલ્લા એલસીબીની ટીમે દરોડો પાડીને લોકોના જીવ સાથે છેલ્લા 7 વર્ષથી ચેડા કરતા મૂળ જૂનાગઢના બ્લોચવાડામાં રહેતા 38 વર્ષીય બોગસ ડોકટરને પકડી પાડી તેના દવાખાનામાંથી અડધો લાખ રૂપિયાની એલોપેથિક દવાઓનો જથ્થો કબજે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.


મળતી વિગતો મુજબ, પ્લાસવા ગામે છેલ્લા 7 વર્ષથી મૂળ જૂનાગઢના બ્લોચવાડાના નવા ઘાંચીવાડમાં રહેતો ઇદ્રીશ ઇસ્માઇલ પોલાદીયા ઘાંચી નામનો 12માં સુધી ભણેલો યુવાન પોતાની પાસે કોઇપણ જાતની મેડીકલ પ્રેક્ટીસ અંગેની ડીગ્રી કે લાઇસન્સ ન હોવા છતા દવાખાનુ ખોલીને પોતાને ડોકટર તરીકે ઓળખાવી બિમાર લોકોની સારવાર કરતો હતો. સમગ્ર બાબત અંગે જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાને જાણકારી મળતા તેઓએ સ્થાનિક ગુના શોધક શાખાના પીઆઇ જતીન જે. પટેલને આ અંગે તપાસ કરવાની સુચના આપતા તેઓએ બાતમીદારોને કામે લગાડી તપાસ કરતા સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો. જેમા પોલીસે પ્લાસવા ગામે મેલડીમાંની ગારી પાસે આવેલી દુકાનમાં ભાડેથી ચાલતા દવાખાના પર દરોડો પાડી એલોપેથિક એન્ટીબાયોટીક, સ્ટીરોઇડ જેવી દવાઓનો મોટો જથ્થો પકડી પાડી બોગસ તબીબ ઇદ્રીશ ઘાંચીની અટકાયત કરી હતી.

Continue Reading

ગુજરાત

જૂનાગઢની સગીરા ઉપર રાજકોટમાં દુષ્કર્મ મામલે વધુ 4ની ધરપકડ

Published

on

By

સગીરાને દેહવ્યાપારમાં ધકેલી દેવાના પ્રકરણમાં કુલ 10ની ધરપકડ

જૂનાગઢની સગીરા સાથે રાજકોટના શખ્સે કરેલા દુષ્કર્મ બાદ તેને દેહવ્યાપારમાં ધકેલી દેવાના ગુનામાં પોલીસે વધુ ચાર શખ્સોને ઝડપી લીધા છે. આ ગુનામાં સગીરાને રાજકોટની અલગ અલગ હોટલમાં લઈ જઈને 14 જેટલા શખ્સો દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચરી દેહવ્યાપારમાં ધકેલી દેવાયાનું ખુલ્યું હતું. જેમાં પોલીસે પકડાયેલા આરોપીઓને રાજકોટ લઇ જઇને તપાસ શરૂૂ કરી હતી. આ ગુનમાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. જેમાં રીહાન ઉર્ફે રેહાન યુનુસભાઇ શેખના 4 દિવસના રીમાન્ડ પૂરા થતાં બેયને જેલ હવાલે કરાયા છે.

આ સિવાય રાજકોટના આકાશ અર્જુનસિંહ ઓડ, હિરેન જગદીશભાઇ સાપરા, જસ્મીન દિનેશભાઇ મકવાણા અને હાર્દિક દિપકભાઇ ઝાપડાના રીમાન્ડ હજી ચાલુ હોઇ તેઓની પુછપરછ ચાલુ છે. આ સિવાય પોલીસે રાજકોટના બીજા 4 શખ્સો સત્યુગ ઉર્ફે સત્યમ જીતેશભાઇ ટીમાણીયા, અયાન ઇદ્રીશભાઇ જોધપુરા મુલ્તાની, અરબાઝ ઇમ્તીયાઝભાઇ ખીમાવત અને કૃપાલ કિશોરભાઇ ટીમાણીયાને ઝડપી લીધા છે.

Continue Reading

ગુજરાત

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

Published

on

By

જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.

ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.

Continue Reading
મનોરંજન2 mins ago

રોહિત શેટ્ટીની સિંઘમ-3માં સલમાન ખાનનો કેમિયો

ગુજરાત3 mins ago

તળાજા પાસે વીજતંત્રની બોલેરો અડફેટે બે ભાઇઓનાં મોત

Sports4 mins ago

ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ, અશ્ર્વિન-જાડેજાએ સચિન-ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ગુજરાત6 mins ago

ધોરાજીમાં માતાની સારવાર માટે વ્યાજે લીધેલા 12 લાખ ચૂકવી દીધા છતાં વ્યાજખોરોનો ત્રાસ

રાષ્ટ્રીય7 mins ago

પંત સાથે અફફેરની વાત માત્ર અફવા: ઉર્વશી રોતેલા

ગુજરાત8 mins ago

ગોંડલમાં ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો: પરિણીતાનો આપઘાત

ગુજરાત9 mins ago

ખંભાળિયા નજીક ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત: એકનું મોત

ગુજરાત12 mins ago

કોરોનાકાળમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 7.25 લાખ મોત

આંતરરાષ્ટ્રીય12 mins ago

મધ્ય યુરોપમાં વિનાશક પૂરથી ચોતરફ તબાહી

આંતરરાષ્ટ્રીય16 mins ago

ઈઝરાયલે ફપરોક્ષ યુધ્ધ છેડીને મહાવિનાશના દરવાજા ખોલ્યા?

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત2 days ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

રાષ્ટ્રીય18 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય2 hours ago

કાશી વિશ્વનાથન મંદિરમાં મંગળા આરતી દરમિયાન મોટી દુર્ઘટના, શોર્ટ સર્કિટના કારણે ગર્ભગૃહની ટોચ પર લાગી આગ

કચ્છ2 days ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત1 day ago

લીંબડી નજીક 120 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાંથી સળિયા દેખાયા

ક્રાઇમ20 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

ગુજરાત20 hours ago

સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા

ગુજરાત2 days ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

Trending