જુનાગઢ

જૂનાગઢ ઉટડી ગામેથી જામગરી બંદૂક સાથે એક ઝડપાયો

Published

on

જૂનાગઢ એસ.ઓ.જી.ની ટીમે જૂનાગઢ જીલ્લાના માણાવદર પંથકમાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા સુચના આપેલ હોય. જે અન્વયે એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ. એ.એમ.ગોહિલ તથા એસ ઓ જી સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય.
એસ ઓ જી સ્ટાફને ખાનગીરાહે ચોક્ક્સ બાતમી મળેલ કે, રસુલ મામદ સોઢા ગામેતી, રહે. કેશોદ, મામલતદાર ઓફીસ પાછળવાળો ગે.કા. જામગરી બંદુક સાથે માણાવદર તાલુકાના ઉંટડી ગામની સીમમાં આવેલ ડેમ વિસ્તારમાં ફરે છે તેમની પાસે હથીયાર હોવાની ચોક્કસ બાતમી મળેલ જે ચોક્ક્સ બાતમીના આધારે ડેમ પાસેથી ઉપરોક્ત ઇસમને પકડી અંગ ઝડતીમાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક મળી આવતા માણાવદર પોલીસ સ્ટેશન ખાતે આ સંદર્ભે ગુન્હો નોંધી આગળની તપાસ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version