કુવાડવાના જમીન મકાનના ધંધાર્થીનો આપઘાતનો પ્રયાસ, ક્રાઈમ બ્રાંચે હવાલો લઇ ટોર્ચર કર્યાનો વિડીયોમાં આક્ષેપ

  રાજકોટના કુવાડવા ગામે રહેતા જમીન મકાનના ધંધાર્થી મુકેશભાઈ માલણે જમીન અને વ્યાજ મુદ્દે ત્રણ શખ્સોના ત્રાસ અને ધમકીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ…

 

રાજકોટના કુવાડવા ગામે રહેતા જમીન મકાનના ધંધાર્થી મુકેશભાઈ માલણે જમીન અને વ્યાજ મુદ્દે ત્રણ શખ્સોના ત્રાસ અને ધમકીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ માં ખસેડાયા છે. હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા જમીન મકાનના ધંધાર્થીએ મુકેશભાઈ માલણનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં મુકેશભાઈએ ક્રાઈમ બ્રાંચના અધિકારી સહિતનો સ્ટાફ હવાલો લઇ છેલ્લા એકાદ માસથી ટોર્ચર કરતો હોવાનો સનસનીખેજ આક્ષેપ લગાવ્યો છે.

આ મામલે પોલીસે મુકેશભાઈ માલણની ફરિયાદ લેવા તજવીજ કરી હતી પરતું તે વિડીયો વાયરલ કર્યા બાદ બેભાન થઇ જતા પોલીસ તેની ફરિયાદ લઇ શકી નથી. જાણવા મળતી વિગત મુજબ રાજકોટ નજીક આવેલા કુવાડવા ગામે રહેતા અને પશુપાલન તેમજ જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશભાઈ કાનાભાઈ માલણ (50)નામના આધેડે પોતાની વાડીએ ઝેરી દવાપી આપઘાતનો પ્રયાસ કરતા મુકેશભાઈ માલણને તાત્કાલીક સારવાર માટે કુવાડવા ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

આ ઘટના અંગે જાણ થતાં રાજકોટ કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઈ બી.પી.રજીયા સહિતના પોલીસ સ્ટાફ તાત્કાલીક ખાનગી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા મુકેશભાઈ માલણનો એક વિડીઓ વાયલર થયો છે, જેમાં આપેલા નિવેદનમાં મુકેશભાઈ માલણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જમીન અને વ્યાજ મુદ્દે મુનાભાઈ, ગૌરવભાઈ અને નંદાભાઈ ધાક ધમકી આપે છે અને તેમની પાસે તેમની બે-ત્રણ વાડી પડી છે રૂૂા. 2.80 કરોડનો હવાલો લઈ ત્રાસ આપતા હોવાનું જણાવ્યું છે તેમજ આ અંગે કાઈમ બ્રાંચમાં અરજી કરવામાં આવી હતી.

જે અરજીના નામે હવાલો લઇ કાઈમ બ્રાંચના પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ છેલ્લા એકાદ માસથી ટોર્ચર કરતા હોવાથી પગલુ ભર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કાઈમ બ્રાંચના સોનારા દ્વારા ટોર્ચર કરવામાં આવતું હોવાનું મુકેશભાઈએ વિડીયોમાં આક્ષેપ કર્યો છે. આપઘાતનો પ્રયાસ કરનાર મુકેશભાઈ માલણે વીડિયો અને આપેલી માહિતી આધારે કરાયેલા આક્ષેપોના પગલે પોલીસ અધિકારીઓ દ્વારા વધુ તપાસ શરુ કરી છે. આ મામલે કુવાડવા પોલીસ મથકના પી.આઈ બી.પી.રજીયા તેમજ પીએસઆઈ આર.કે.સામુદ્રે ખાનગી હોસ્પીટલે દોડી ગયા હતા પરતું મુકેશભાઈ વિડીયો વાયરલ કર્યા બાદ બેભાન થઇ જતા તેમનું નિવેદન લઇ શકાયું નથી. આ મામલે કુવાડવા પોલીસ મથકના પી.આઈ બી.પી.રજીયાએ જણાવ્યું કે, મુકેશભાઈ નિવેદનના આધારે આગળની તપાસ કર્યા બાદ ગુનો નોધાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *