પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે લોકોની આસ્થાને ધ્યાનમાં રાખી દર સોમવારે કતલખાના બંધ રાખવા મનપા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી હુકમ કરવામાં આવ્યો છે.
આગામી તા. 28-7-2025, તા. 2-8-2025, તા. 11-8-2025 તથા તા. 18-8-2025ના રોજ શ્રાવણ માસના સોમવાર નિમિતે તથા તા. 16-8-2025ના રોજ જન્માષ્ટમી નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન મચ્છી અને ચીકનનું વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
સબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એક્ટ-1949ની કલમ 329 અને 336 તથા વેચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાન બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી.
