રૈયા રોડ પર દેસડદેવનગરમાં રહેતા અને કેમેરામેનનો વ્યવસાય કરતા પ્રવિણભાઈ દેવજીભાઈ પરમાર (ઉ.64)ને તેમના પાડોશીમાં જ રહેતા અમિત સુરેશભાઈ સાગરે ધમકી આપતા તેમની સામે તેમણે ફરિયાદ નોંધાવી છે. પ્રવીણભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તા.23/07 ના રોજ સાંજના હું અમારા ઘરે હતો જે દરમ્યાન શેરીમા રહેતા અમિતભાઈ સુરેશભાઈ સાગર પોતે કોઇ પણ કારણ વગર શેરીમા ઉભા ઉભા જાહેરમા ગાળો બોલતા હોય.જેથી મે તેને શેરીમા ગાળો બોલવાની ના પાડતા અમિતભાઈ સુરેશભાઈ સાગર ઉશ્કેરાયો હતો અને મારી સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો અને મને ગાળો આપવા લાગ્યો હતો.
જેથી આજુબાજુમા શેરીના માણસો ભેગા થઈ ગયા હતા. આ અમિત સુરેશભાઈ સાગરે મારી સાથે કારણ વગર ઝઘડો કર્યો હતો એટલે મે તેને કહેલ કે તમારા પર હુ ફરીયાદ કરીશ તો તેણે મને સામે કહેલ કે જો મારા વિરુધ્ધ કોઈને કહીશ તો તને જીવતો નહીં છોડુ આમ કહી મને મારી નાખવાની ધમકી આપી હતી.આ અમિતભાઈ સુરેશભાઈ સાગરે મને ગાળો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી મારી સાથે ઝઘડો કરતા હોય જેનો અવાજ સાંભળી અમારી શેરીમાં રહેતા અન્ય રહીશો પણ ત્યાં ભેગા થઈ ગયેલા હતા.બાદમાં ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી અમીતનો અઠવાડીયા પહેલા વીડીયો વાયરલ થયો હતો જેમા પણ આ શખ્સ છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપતો હતો. આરોપી સામે છેલ્લા અઠવાડીયામા આ ત્રીજી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.
