ભગવતીપરાના જયપ્રકાશનગરમાં રિસામણે આવેલી પત્ની અને પુત્રને મળવા ગયેલા માધાપરના યુવકને તેની પત્ની અને સસરાએ બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમને લાગી આવતા ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.આ મામલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વધુ વિગતો મુજબ,માધાપર ગામ આંબેકડરનગરમાં રહેતા રણજીતભાઈ રમેશભાઈ વાઘેલા (ઉ.વ.35)એ સસરા દિનેશભાઇ દેવાભાઇ કટારીયા અને પત્ની જયશ્રી સામે ફરિયાદ નોંધાવી છે.
રણજીતે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું કડીયાકામ ની મજુરી કામ કરૂૂ છું મારા લગ્ન આજથી નવ વર્ષ પહેલા ભગવતીપરા શેરી નં.9 જય પ્રકાશનગર ખાતે રહેતા દિનેશભાઇ દેવાભાઇ કટારીયા ની દિકરી જયશ્રી સાથે થયેલા અને મારે સંતાનમાં દિકરો છે અને મારી પત્ની છેલ્લા એક વર્ષથી સાસરે રીસામણે છે.
ગતરોજ સાંજના છ વાગ્યાની આસપાસ હુ મારા સસરા દિનેશભાઈ ના ઘેરે મારા દિકરા દક્ષને મળવા માટે ગયેલ હતો અને ત્યાં જઇને મે મારી પત્ની જયશ્રીને કહેલ કે દક્ષ કયા છે જેથી મારી પત્નીએ કહેલ કે તે બહાર રમવા માટે ગયેલ છે. અને તેમ કહી તે મારી સાથે બોલાચાલી કરવા લાગેલ અને મને ગાળો દેવા લાગેલ અને મારા સસરા પણ મારી સાથે બોલાચાલી કરવા લાગેલ અને મને લાગી આવતા મારી સાથે લાવેલ ફીનાઇલ મે થોડી પી લીધેલ અને મે મારા ભાઇ પ્રકાશભાઇ ને ફોન કરીને બોલાવેલ તે આવી જતા મને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા.આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી.
