દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા નસેડી પાસે પોલીસે 50 હજાર માગી માર માર્યાનો આક્ષેપ

બી-ડિવિઝન પોલીસ મથકના પોલીસકર્મીને 10 હજાર આપવા છતાં માર માર્યાની ચકચાર શહેરમાં પેડક રોડ ઉપર આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતા યુવાને બીડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મીઓ…

બી-ડિવિઝન પોલીસ મથકના પોલીસકર્મીને 10 હજાર આપવા છતાં માર માર્યાની ચકચાર

શહેરમાં પેડક રોડ ઉપર આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતા યુવાને બીડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મીઓ વિરૂદ્ધ સનસનીખેજ આક્ષેપો કર્યા છે. યુવાને જણાવ્યુ હતુ કે મધરાત્રે દારૂના નશામાં પોલીસે ઝડપી લીધા બાદ રૂા.50 હજારની માંગણી કરી હતી. જેના બદલે રૂા.10 હજાર આપ્યા હતા. તેમ છતા પોલીસે મારમાર્યો હોવાના આરોપ સાથે યુવક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં પેડક રોડ ઉપર આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતો મનસુખ વિરજીભાઇ ગોહેલ નામનો 42 વર્ષનો યુવાનગત તા.20ના રોજ રાત્રીના 3 વાગ્યના અરસામાં બીડિવિઝન પોલીસ મથકમાં હતો ત્યારે અજાણયા પોલીસ કર્મીએ ઢીકા પાટુનો મારમાર્યા હોવાના આક્ષેપ સાથે યુવાન સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.

મનસુખ ગોહેલ આક્ષેપ કર્યો હતો કે, બી ડિવિઝન પોલીસે બે દિવસ પૂર્વે મોરબી રોડ પરથી દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. જયા પોલીસે રૂા.50 હજારની માંગણી કરી હતી. જેના બદલામાં રૂા.10 હજાર આપ્યા હતા. તેમ છતા પોલીસે મારમાર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ચકચાર મચી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *