150 ફુટ રીંગરોડ મધુવન સોસાયટીમાં રહેતા ભુમીકાબેન હીતેશભાઇ નાગ્રેચા(ઉ.વ.42)એ અગાઉ કરેલી ત્રાસથી ફરિયાદ પરત ખેંચી લેવાનું કહી પતિ હિતેશભાઈએ કારને આંતરી પત્ની ભૂમિકાને ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ભૂમિકાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારી દીકરી સાથે રહું છુ અને હુ મારા પિતા ના ઘરે છેલ્લા દશ વર્ષ થી રહુ છુ અને 2015 થી મારા પતી થી અલગ રહું છુ મારા લગ્ન તા.31/01/2009 ના રાજકોટ ખાતે આ હીતેશભાઇ હર્ષદભાઈ નાગ્રેચા સાથે થયેલ હતા અને લગ્ન 5છી હુ મારા પતિના ઘરે શીવગંગા હરીધામ સોસાયટી રૈયા રોડ ખાતે રહેતી હતી.બાદમા આ મારા પતિ લગ્નના પાંચ વર્ષ બાદ મને માનસીક હેરાન પરેશાન કરતા હોય જેથી સને-2015 માં રાજકોટના મહીલા પોલીસ સ્ટેશન ખાતે પતિ હીતેશભાઇ હર્ષદભાઇ નાગ્રેચા વીરૂૂધ્ધ આઇ.પી.સી 498(ક),323 થી ગુન્હો દાખલ કરાવ્યો હતો.
ગઇ તા.13ના રવીવારના રોજ હુ તથા મારો ભાઇ નીપુણભાઇ હર્ષદભાઇ ઠકરાર જે મારા ભાઇની કાર લઇને અમદાવાદ થી પરત રાજકોટ આવેલ હોય ત્યારે સાંજના અમે હરીધામ સોસાયટી અલ્કાપુરી મેઇન રોડ થી ન્યુએરા સ્કુલ ની બાજુમા રૈયા રોડ પાસે પહોચતા મારા પતિ હીતેશભાઈ અમારી આ કાર આગળ તેની એકટીવા રાખી અમારી કાર ને ઉભી રાખવાનુ કહ્યું હોય જેથી અમે કાર ઉભી રાખી હોય અને આ મારા પતિએ એવુ કહ્યું હોય કે તે મારા ઉપર કરેલ કેસમાં જો સમાધાન નહી કર તો તને જાનથી મારી નાખીસ તેવી ધમકી આપેલ હતી.આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
