ગુજરાતના દૂરના વિસ્તારોને જોડીને ભારતના અર્થતંત્રને વધુ વિકસિત કરવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનની સરાડીયા અને વાંસજાળીયા નવી લાઇન (આશરે 45 કિમી) માટે રૂૂ. 1,1250,000.નાં ખર્ચે અંતિમ સ્થાન સર્વેક્ષણ કાર્યને રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
સરાડીયા- વાંસજાળીયા નવી લાઇન નો આ નવા પ્રોજેક્ટ થી કેટલાક લાભો મળશે. આ.યોજના ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્ર ના દૂરના વિસ્તારોના સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે છે. સોમનાથ-દ્વારકા – ઓખા – પોરબંદર ને જોડતો વધારા નો અને ટૂંકો માર્ગ મળશે. ગિરનાર, સોમનાથ અને દ્વારકા જેવા યાત્રાધામો માટે પણ વધારા ના માર્ગ ની સેવા ઉપલબ્ધ થશે. ભારતીય રેલવેના સિદ્ધાંતો અનુસાર સમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન મળશે.
