રાજકોટની બેન્કોમાં છેતરપિંડીના 12.50 કરોડ જમા કરાવનાર 5 ઝડપાયા

નકલી ડોકયુમેન્ટના આધારે બેન્કના ખાતા ખોલાવી 12.50 કરોડ જમા કરાવનાર પાંચ ઝડપાયા: બેન્ક કર્મચારીઓ પણ કૌભાડમાં સંડોવાયેલા હોવાની શંકા રાજકોટની 3 થી વધુ બેન્કોમા નકલી…

નકલી ડોકયુમેન્ટના આધારે બેન્કના ખાતા ખોલાવી 12.50 કરોડ જમા કરાવનાર પાંચ ઝડપાયા: બેન્ક કર્મચારીઓ પણ કૌભાડમાં સંડોવાયેલા હોવાની શંકા

રાજકોટની 3 થી વધુ બેન્કોમા નકલી ડોકયુમેન્ટનાં આધારે ખાતા ખોલાવી તેમા છેતરપીંડીનાં રૂ. 12.50 કરોડ જમા થયાની માહીતીનાં આધારે સાયબર ક્રાઇમે મહીલા વકીલ સહીત 11 વિરુધ્ધ ગુનો નોંધ્યો છે. બે અલગ અલગ નોંધાયેલ ફરીયાદમા સાયબર ક્રાઇમે આ મામલે વધુ તપાસ શરુ કરી છે. ઇન્ડીયન ઓવરસીસ બેન્કમા ખોલવામા આવેલા 7 ખાતામા 9.પ0 કરોડ અને આઇસીઆઇસીઆઇ એકાઉન્ટમા 3 કરોડ જમા થયા હતા. આ મામલે સાયબર ક્રાઇમે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

રાજકોટની બેન્કમાં ખોલાવાયેલા આઠેક ખાતામાં સાયબર ફ્રોડના રૂૂા.1ર.પ0 કરોડ જમા થયાનો પર્દાફાશ થતા આ મામલે સાયબર ક્રાઇમની ટીમે મહીલા નોટરી સહીત 11 સામે ગુનો નોંધ્યો હતો જેમા મયુર હિતેન્દ્ર ખુંગલા, રોમેશ અમીરભાઇ મુખીડા, મીત લાલબહાદુર ગુપ્તા, તેના પિતા લાલબહાદુર નરોતમ ગુપ્તા, પ્રવિણ પરસોતમ સંખવાર, હાર્દીક જગદીશભાઇ લીંબાસીયા, મહીલા એડવોકેટ જીજ્ઞાશા જી. બાંભવા , આશીષ તથા તપાસમા ખુલે તે તમામ સામે ગુનો નોંધ્યો હતો.

સાયબર ક્રાઈમ પોલીસે સાયબર લેબની મદદથી સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાઓ અંગે તપાસ શરૂૂ કરી હતી. જે દરમિયાન ઈન્ડિયન ઓવરસીઝ બેન્કમાં ખોલાવાયેલા 7 ખાતામાં સાયબર ફ્રોડના રૂૂા.9.પ0 કરોડ જમા થયાનો ઘટ્ટસ્ફોટ થયો હતો. 7 પેઢીના નામે આ બેન્ક ખાતા ખોલાવાયા હતા તે તમામ પેઢીનું કોઈ અસ્તિત્વ નથી.જેથી બેન્ક ખાતા ખોલાવનાર મયુર હિતેન્દ્ર ખુંગલા , રોમેશ અમીરભાઈ મુખીંડા (રહે. બંને મનહર સોસાયટી શેરી નં.10, આરટીઓ પાછળ), મીત લાલબહાદુર ગુપ્તા અને લાલબહાદુર નરોતમ ગુપ્તા (રહે. બંને જલારામ સોસાયટી, મોરબી રોડ)ની પુછપરછ કરતાં ચારેયે એવી કબુલાત આપી હતી કે સારૂૂ કમિશન મેળવવા માટે રાજેન્દ્ર નવલ ખુંગલા અને પ્રવીણ પરસોતમ સંખારવાની મદદથી જુદી-જુદી પેઢીના ખોટા સિકકા, ખોટી પાર્ટનરશીપ ડીડની મદદથી, જુદી-જુદી પેઢીના નામના પાનકાર્ડ કઢાવી અને અન્ય સર્ટીફિકેટની મદદથી બેન્ક ખાતા ખોલાવ્યા હતા.

બદલામાં તેમને સારૂૂ કમિશન મળ્યું હતું. જથી બે પૈકીના એક એવા મુખ્ય સુત્રધાર પ્રવીણ સંખારવા (રહે. તીરૂૂપતિ પાર્ક-1, બેડીપરા)ની પુછપરછ કરતાં તેણે કહ્યું કે મુંબઈના આશિષને ઓનલાઈન ગેમીંગ અને ફ્રોડના રૂૂપિયા જમા કરાવવા માટે આ તમામ બેન્ક ખાતા આપ્યા હતા. જેના બદલામાં તમામ ખાતાધારકોને તગડું કમિશન આપતો હતો. એટલું જ નહીં તમામ બેન્ક ખાતા ખોલાવવા માટે રજૂ કરવામાં આવેલ પાર્ટનરશીપ ડીડનું નોટરાઈઝડ જીજ્ઞાાશા બાંભવા દ્વારા કરવામાં આવ્યું હતું. સાયબર ક્રાઈમ પોલીસે પાંચ ખાતા ધારકો મયુર, રોમેશ, લાલબહાદુર, મીત, હાર્દિક જગદીશ લીંબાસીયા, બે મુખ્ય સુત્રધારો પ્રવીણ, રાજેન્દ્ર, નોટરી જીજ્ઞાાષા અને મુંબઈના આશિષ સામે ગુનો દાખલ કર્યો છે આ મામલે સાયબર ક્રાઇમે આ પ્રકરણમા સંડોવાયેલા મયુર હિતેન્દ્ર ખુંગલા, રોમેશ અમીરભાઇ મુખીડા, મીત લાલબહાદુરભાઇ ગુપ્તા, તેના પિતા લાલબહાદુર નરોતમ ગુપ્તા અને પ્રવીણ પરસોતમ સંખારવાની ધરપકડ કરી છે.

ઈન્ડિયન ઓવરસીઝ બેન્કના ખાતાધારક મયુર અને રોમેશની પાર્ટનરશીપ ડીડ અને બેન્ક એકાઉન્ટના કેવાયસીમાં કરવામાં આવેલી સહીઓ અલગ પડતી હોવાથી પુછપરછ કરતાં કહ્યું કે બેન્ક ખાતુ ખોલાવતી વખતે તેમણે સહીઓ કરી હતી. પરંતુ પાર્ટનરશીપ ડીડ વખતે તેમણે સહીઓ કરી ન હતી. મુખ્ય સુત્રધાર પૈકીના પ્રવીણે બંનેને કહ્યું હતું કે નોટરી જીજ્ઞાાષાબેન તેના જાણીતા છે અને તમે બંને પાર્ટનરશીપ ડીડમાં સહી કરવા નહીં આવો તો તે જ તેની વ્યવસ્થા કરી નાખશે. જેથી બંનેની સહીઓ બીજા કોઈએ કર્યાની શકયતા છે. આરોપી મયુર વેપાર કરે છે. આરોપી રોમેશ ફુડની ડિલીવરી કરતી કંપનીમાં રાઈડર છે. આરોપી મીત અને તેના પિતા લાલબહાદુર ગેરેજ ધરાવે છે.

સાયબર ક્રાઈમ પોલીસની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે જીતે, કેતન પાસે ખાતું ખોલાવી તેનો સાયબર ફ્રોડની રકમ જમા કરાવવામાં ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત જીતે પોતાનું અને પિતાના નામનું ખાતું પણ આપી દીધાનું બહાર આવ્યું છે.

સાયબર ક્રાઈમના એસીપી ચિંતન પટેલ, પીઆઇ જે. એમ. કૈલા સાથે પીઆઇ પી. આર. ડોબરીયા અને પીઆઇ જાડેજા સહીતની ટીમે તપાસ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *