ધ્રોલના જોડિયા રોડ પર વરસાદી પાણીના નિકાલની સમસ્યા યથાવત

વેપારીઓએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું: સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ધ્રોલના ત્રિકોણ બાગથી ચામુંડા પ્લોટ વિસ્તાર સુધીના રોડ પર મસ મોટા ખાડા…

વેપારીઓએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું: સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી

ધ્રોલના ત્રિકોણ બાગથી ચામુંડા પ્લોટ વિસ્તાર સુધીના રોડ પર મસ મોટા ખાડા હોવાથી મુસાફરો, વાહનચાલકો, વેપારીઓ રોષે ભરાયાં છે. ધ્રોલના જોડીયા રોડ પરના વેપારી દુકાનદારોએ આ બાબતે ધ્રોલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સમસ્યાના નિરાકરણને લઈને રજૂઆત કરી હતી. ધ્રોલ નગરપાલિકાના પૂર્વ સતાધીશોના પાપે આ સમસ્યા ઉદભવી હોય તેવો પણ ઉલ્લેખ કર્યો હતો.તેમજ આવેદનપત્રમાં જણાવાયું હતું કેચોમાસામા વરસાદના સમયે પાણીના નિકાલની વર્ષોથી સમસ્યા બાબતે અનેક વખત લેખિત તથા મૌખિક રજુઆત કરવામા આવી છતા ધ્રોલ માર્ગ અને મકાન વિભાગના અધિકારીનું પેટનું પાણી હલતું નથી.

દર વર્ષે આ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ છે જેનો કોઈ નિકાલ કરવામા આવતો નથી. જેથી વરસાદી પાણી વેપારીઓની દુકાનમાં અંદર આવી જાય છે. અને નુકશાની નો સામનો કરવો પડે છે. ઘણા વર્ષોથી આવુ બનતુ આવી રહ્યું છે. તેમજ ત્યાંથી નિકળતા વાહનો-મુસાફરોને ખૂબજ હાલાકી થાય છે. તેમજ વાહનોમાંથી ગંદુ પાણી ઉડે છે. નાના મોટા ઘણા ટુ વ્હીકલ વાહનોના અકસ્માત પણ થયા છે. આ રોડ બાબતે અગાવ ધ્રોલ માર્ગ અને મકાન વિભાગના અધિકારીને અનેક વાર રજૂઆત બાદ રોડ ઉપર ફક્ત માટી કામ કરી રોડનું સમારકામ કરવામા આવે છે. પરંતુ વરસાદ થયા બાદ ફરીવાર રોડ પર મસમોટા ખાડા પડી જાય છે. આમ દર વખતે અધિકારી આ બાબતે બધુ જાણતા હોવા છતાં ઢાકપીછોડો કરે છે.

ધ્રોલના ત્રિકોણ બાગ થી ચામુંડા પ્લોટ વિસ્તાર સુધીનો રોડ સાવ બિસ્માર હાલતમાં છે. આ રોડ નવો બનાવવામાં આવે તેવી માંગણી કરી છે. ખાસ કરીને વરસાદના સમયે આ રોડ પર ખૂબ જ પાણી ભરાઈ છે. કેમ કે વરસાદી પાણીનું ક્યાંય નિકાલ નથી જેથી રોડ પર વરસાદી પાણી ભરાઈ છે. ધ્રોલ નગરપાલિકાના પૂર્વ સત્તાધીશોના પાપે આ સમસ્યા ઉદભવી છે. જોડિયા રોડ પર દબાણો દૂર કરવામાં આવે તો વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઈ જાય. તેમજ આ સમસ્યાનું ટૂંક સમયમાં નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *