રૈયા ચોકડીએ રિક્ષાચાલકોની દાદાગીરી: યુવાનને ગાળો આપી બેફામ માર માર્યો

150 ફૂટ રીંગ રોડ હોટલ સરોવર પાસે આવેલા લાઈટ હાઉસ નજીક રહેતા રાધે ભાઈ પંકજભાઈ પરમાર નામના યુવાનનો મિત્ર રૈયા ચોકડી પાસે રીક્ષા ભાડે કરવા…

150 ફૂટ રીંગ રોડ હોટલ સરોવર પાસે આવેલા લાઈટ હાઉસ નજીક રહેતા રાધે ભાઈ પંકજભાઈ પરમાર નામના યુવાનનો મિત્ર રૈયા ચોકડી પાસે રીક્ષા ભાડે કરવા માટે રસ્તો ઓળંગતો હતો ત્યારે સામેથી આવતા રીક્ષાના ચાલકે ગાળ આપતા માથાકૂટ થતા રીક્ષા ચાલક અને તેની સાથેના ત્રણ શખ્સોએ કડા વડે મારમાર્યો હતો.આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

રાધેભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તા.13/07ના બપોરના એકાદ વાગ્યાની આસપાસ હું તથા મારી પત્ની માલાબેન તથા બંને મારા દીકરા તથા મારી સાથે નાનપણથી રહેતો સાગર તથા મારી સાળી કાજલ, સાઢુભાઈ વિકી ધોળકિયા એમ અમો બધા રાજકોટ થી રાણપુર રહેતા સસરાને ત્યાં જવા નીકળેલા આ દરમિયાન અમો અમારા ઘરેથી રૈયા ચોકડી ખાતે ઉભા હતા અને મારી સાથેનો સાગર રીક્ષા ભાડે કરવા માટે રોડ ક્રોસ કરીને જતો હતો.એક રિક્ષાના ચાલકે સાગરને ગાળ આપી અને સાઈડમાં રીક્ષા ઉભી રાખેલ અને રીક્ષાના ચાલકે સાગર સાથે બોલાચાલી ઝઘડો કરવા લાગ્યા હતા.

જેથી અમો ત્યાં ગયેલા આ દરમિયાન રિક્ષાનો ચાલક એકદમ ઉશ્કેરાયેલો અને મારી સાથે બોલાચાલી ઝઘડો કરવા લાગેલ જેથી મેં તેને ઝઘડો ન કરવા સમજાવતો હતો આ દરમિયાન એક ભાઈ આવેલ અને રીક્ષાના ચાલક સામે જોઈને કહેલ આ દરમિયાન એક ભાઈ આવેલ અને રીક્ષાના ચાલક સામે જોઈને કહેલ સેલાભાઈ શું થયું ?ત્યારબાદ બીજા બે વ્યક્તિ આવ્યા અને ઢીકા પાટુનો તેમજ કડા વડે મારમાર્યો હતો.આ રીક્ષા ચાલકે કહેલ મારું નામ સેલાભાઈ જોગરાણા છે અને હું શિવપરામાં રહું છું તારા થી થાય તે કરી લેજે તેમ કહી આરોપી ત્યાંથી જતો રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *