શ્રીયંત્ર પૂજા, લક્ષ્મી પૂજા અને કુળદેવીનું પૂજન કરવાથી જીવનમાં આવતી બાધાઓ થશે દૂર : નવી દુકાનનું ઉદ્ઘાટન, વાસ્તુપૂજન, ચંડીપાઠ, ગ્રહશાંતિ હવન, સોના ચાંદીની ખરીદી, જમીનના શોદા કરવા ઉત્તમ ફળદાયી રહેશે
અષાઢ સુદ બીજ ને શુક્રવાર તારીખ 27 જૂન ના દિવસે અષાઢી બીજ છે આ દિવસે સવારના 7.20 થી આખો દિવસ અને રાત્રી પુષ્ય નક્ષત્ર છે જે ઉત્તમ ગણવામાં આવે છે.આ દિવસે ભગવાન નગર દર્શન આપવા નીકળશે આથી જ અષાઢી બીજનો દિવસ અને રાત્રી ઉત્તમ અને શુભ ગણાય છે. વર્ષના શુભ અને ઉત્તમ દિવસો માં અષાઢી બીજ એક ઉત્તમ દિવસ ગણવામાં આવે છે . આખો દિવસ બધા જ શુભકાર્યો માટે શુભ દિવસ છે.
અષાઢી બીજના દિવસે નવી દુકાનનું ઉદઘાટન, ખાતમુર્હુત, વાસ્તુપૂજન, ચંડીપાઠ, ગ્રહશાંતિ હવન, શ્રીયંત્ર પૂજા સ્થાપના, સોના ચાંદીની ખરીદી કરવી, નવા વસ્ત્રોની ખરીદી કરવી, ઘર સામગ્રીની ખરીદી કરવી, જમીન મકાનનો સોદો કરવો, સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી, કથા કરવી ઉત્તમ ફળદાયક છે.
અષાઢી બીજના દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરી અને ત્યારબાદ એક બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખાની ઢગલી કરવી તેના ઉપર શ્રીકૃષ્ણ ભગવાનની છબી રાખી બાજુમાં ચોખા ઘી નો દીવો કરી- વિધીવત ભગવાન ને ચાંદલો ચોખા કરી અને પોતે પણ ચાંદલો ચોખા કરવા ત્યાર બાદ ભગવાન ને અબીલ, ગુલાલ, કંકુ, ચંદન, ચોખા, ફુલ ચડાવી નૈવેદ્ય માં મીઠાઈ ધરવી, સાથે મગ કાકડી કેરી જાંબુ નો પ્રસાદ પણ ધરી શકાય છે આરતી કરી અને ભગવાન પાસે પ્રાર્થના કરવી, આમ પૂજન પ્રાથના કરવા થી જીવન મા શાંતિ પ્રાપ્તિ થાઈ છે. આખા વર્ષ માં અષાઢી બીજ જ એક એવો દિવસ છે કે જૈ દિવસે ભગવાનશ્રી કૃષ્ણ પોતે પ્રજાજનો ને દર્શન આપવા નગરયાત્રા કરવા નીકળે છે.
કહેવાય છે કે, અષાઢી બીજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ સાક્ષાત પૃથ્વી ઉપર દર્શન આપવા માટે આવે છે. આથી જ આ દિવસને ઉત્તમ ગણવામાં આવે છે. અષાઢી બીજ ના દિવસે કચ્છી લોકો ના નવા વર્ષનો પ્રારંભ થશે . આ દિવસે કચ્છી લોકો એકબીજાના ઘરે જઈને નૂતન વર્ષાભિનંદન કરશે. આ દિવસે અમદાવાદ, રાજકોટ જેવા બધા જ નાના મોટા શહેરો માં ભગવાન શ્રીકૃષ્ણ તથા બહેન સુભદ્રા તથા ભાઈ બળદેવ સાથે રથયાત્રામાં નીકળશે.
કહેવાય છે કે અષાઢી બીજના દિવસે વાદળો ગર્જના કરે રાત્રે વીજળી ચમકે અને દિવસના અમી છાંટણા ની જેમ વરસાદ પડે તો શુભ માનવામાં આવે છે. આ વર્ષે અષાઢી બીજ શુક્રવારે હોવાથી સાથે અષાઢી નવરાત્રી છે આથી આ દિવસે શ્રી યંત્ર પૂજા લક્ષ્મી પૂજા કરવી કુળદેવીનું પૂજન કરવું જીવનની બાધાઓ દૂર થશે સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થશે.
અષાઢી બીજના ચોઘડિયા પ્રમાણે શુભ સમયની યાદી
4દિવસના શુભ ચોઘડિયા
4ચલ 6.07 થી 7.47
4લાભ 7.47 થી 9.28
4અમૃત 9.28 થી 11.09
4શુભ 12.50 થી 2.31
4ચલ 5.53 થી 7.33
4બપોરે અભિજીત મુહૂર્ત 12.23થી 1.17
4સંધ્યા કાળે પ્રદોષકાળનો શુભ સમય રાત્રે 7.33 થી 9.37
આજથી અષાઢી નવરાત્રીનો પ્રારંભ
માતાજીની ઉપાસના માટેના શ્રેષ્ઠ દિવસો
અષાઢ શુદ એકમને ગુરુવાર તા.26 જુન થી અષાઢી નવરાત્રી નો પ્રારંભ થશે વર્ષમાં ચાર નવરાત્રી આવે છે તેમાં અષાઢી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે આ નવરાત્રી દરમિયાન મંત્ર ઉપાસના તંત્ર ઉપાસના જલ્દી ફળદાયી બને છે ખાસ કરીને અષાઢી નવરાત્રી દરમિયાન જીવનમાં જે મહત્વની બાબતો છે જેવી કે રોજગાર આરોગ્યની સમસ્યા નિવારણ માટે તથા માનસિક બીમારી દૂર કરવા માટે ઉપાસના કરવી જોઈએ ખાસ કરીને આ બધી બાબતો માટે નવર્ણ મંત્ર મહા મંત્ર કહેવામાં આવે છે જે જીવનના બધા જ પ્રોબ્લેમો દૂર કરે છે આથી નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે ગુરુવારે સવાર ના અથવા તો સાંજના સમયે નવદુર્ગા માતાજી ની છબી લઈ એક બાજોઠ કે પાટલા ઉપર લાલ વસ્ત્ર પથરી તેના ઉપર નવદુર્ગા માતાજી તથા કુળદેવી ની છબી રાખે પાસે દીવો અથવા અગરબત્તી કરી કુળદેવીનું નામ બોલી. ગણપતિ દાદા નું નામ લઇ અને ત્યાર બાદ (મંત્રની 3.7 અથવા 11 માળા દરરોજ કરવી અષાઢી નવરાત્રી ના નવેય દિવસ દરમિયાન દરરોજ માળા કરવી ઉપાસના કરવા થી આપને જરૂૂર ફાયદો થશે નવરાત્રી પૂરા થાય એટલે છબી પાછી પૂજા મંદિરમાં પધરાવી દેવી… આસો નવરાત્રી દરમિયાન માતા કામાખ્યા દેવીની પૂજાનું પણ મહત્વ વધારે છે અષાઢ નવરાત્રી ના પ્રથમ દિવસે માતા કામાખ્યાની પૂજા કરવાનું મહત્વ છે અષાઢ નવરાત્રી દરમિયાન ચંડીપાઠ કુળદેવીની પૂજા માં નવદુર્ગાની પૂજા નું મહત્વ વધારે છે નવરાત્રી સમાપ્ત :-આસો શુદ નોમ અને શુક્રવાર તારીખ 4 જુલાઈ ના દિવસે નવરાત્રી પૂરા થશે.
