જામનગર જિલ્લામાં રવિવાર સાર્વત્રિક વરસાદ નોંધાયા બાદ ગઈકાલે સોમવારના દિવસે ધ્રોલમાં તેમજ જામજોધપુરમાં મેઘ સવારી અવિરત ચાલુ રહી હતી, અને ધ્રોળ પંથકમાં એકા ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સાથે સાથે જામજોધપુર તાલુકામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂૂમના જણાવ્યા અનુસાર ધ્રોલમાં આજે સવારે 8.00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન 20 મી.મી. વરસાદ નોંધાયો હતો, ત્યારે જામજોધપુરમાં 14 મી.મી.વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામમાં 30 મી.મી. વરસાદ નોંધાયો હતો. જયારે જામનગર તાલુકાના જામવાડી ગામમાં 28 મી.મી.અને મોટી ભલસાણ ગામમાં 15 મી.મી. વરસાદ નોંધાયો હતો.
ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં 17 મી.મી., તેમજ લાલપુરના હરીપર ગામમાં 20 મી.મી. વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ધ્રોળ તાલુકા અને જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છુટા છવાયા વરસાદી ઝાપટા વરસ થયા ઝાપટાં વરસ્યા હતા. જોકે આજે સવારથી સર્વત્ર ઉઘાડ નીકળી ગયો છે.
