સાવરકુંડલા પાલિકા દ્વારા 25 જર્જરીત ઈમારતોને નોટિસ

ચોમાસુ નજીકમાં છે ત્યારે સાવરકુંડલામાં જવાબદાર તંત્ર દ્વારા જર્જરીત મકાનો/ઇમારતો/દુકાનો ને રિપેરીંગ કરવા લાયક હોય તેવા મકાનોનું રિપેરીંગ કામ તથા ઉતારવા લાયક ઈમલો ઉતારી લેવાની…

ચોમાસુ નજીકમાં છે ત્યારે સાવરકુંડલામાં જવાબદાર તંત્ર દ્વારા જર્જરીત મકાનો/ઇમારતો/દુકાનો ને રિપેરીંગ કરવા લાયક હોય તેવા મકાનોનું રિપેરીંગ કામ તથા ઉતારવા લાયક ઈમલો ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માગ પ્રબળ બની રહી છે.સાવરકુંડલા નગરપાલિકાએ 25 જેટલી નોટિસ અરજી કરી છે.

ખાનગી માલિકીના મકાનો/ઈમારતો/દુકાનોના માલિકોને નગરપાલિકા દ્વારા નોટીસો આપવામાં આવેલ છે. તો તાત્કાલિક ધોરણે આવી જર્જરીત ઇમારતોને તોડવી આવશ્યક હોય તો વહેલી તકે ઇમારતોને તોડવામાં આવે જેથી કરી ભવિષ્યમાં કોઈ જાનહાની અટકે.આગ લાગે ત્યારે કુવો ખોદવા બેસવુ કહેવત પ્રમાણે બિલ્ડીંગ ધરાશાયી થાય અને કોઈ જાનહાનિ થાય ત્યારે તંત્ર જાગશે? તેવો પ્રશ્ન આમ જનતામાં ઉભો થવા પામેલ છે.સાવરકુંડલા શહેરમાં ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય તે માટે નગરપાલિકા દ્વારા ભયજનક બિલ્ડીંગોને નોટીસ આપી બિલ્ડીંગોના સ્ટ્રકચર સ્ટેબિલિટી ના રિપોર્ટ રજુ કરવાની માંગ કરવી જોઈએ. સાવરકુંડલા શહેરમાં ભવિષ્યમાં ચોમાસામાં ભારે વરસાદના કારણે કોઈ બિલ્ડીંગ ધરાશાયી થાય અને કોઇ મોટી જાનહાનિ થાય તે પહેલા તંત્ર દ્વારા જર્જરિત મકાનો/ઇમારતો/દુકાનોને રિપેરીંગ કરવા લાયક હોય તેવા મકાનોનું રિપેરીંગ કામ તથા ઉતારવા લાયક ઈમલો ઉતારી લેવાની કામગીરી તત્કાલ હાથ ધરવામાં આવે તેવી પ્રબળ માંગ સાવરકુંડલાના શહેરીજનો કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *