રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકના કેસોનુ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં વધુ એક મહિલાાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર આવેલા પરસાણાનગરમાં શેરી નં.3માં રહેતા હિરાબેન કાળુભાઇ વાઘેલા (ઉ.વ.48)નામના મહિલા આજે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે ફરજ પરની તબીબે તેને જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતુ. પ્રાથમિક તપાસમાં મૃતક હિરાબેન છૂટક સફાઇ કામ કરતા હતા તેમના પતિ આરએમસીમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારજનોમ)ં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
પરસાણાનગરમાં મહિલાનું હૃદય રોગના હુમલાથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકના કેસોનુ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં વધુ એક મહિલાાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.…
