ગોંડલના મોટા દડવામાં પ્રૌઢા અને વાંકાનેરમાં યુવાને ઝેરી ટીકડા ખાધા
ચોટીલાના રાજપરા ગામે માતા સાથે ઝઘડો થતા પરિણીત પુત્રીએ ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતી મધુબેન વિપુલભાઈ રોજાસરા નામની 35 વર્ષની પરિણીતા બપોરના સમયે વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં મધુબેન રોજાસરાના ત્રણ વર્ષ પૂર્વે બીજા લગ્ન થયા હતા અને તેણીને આગલા ઘરના એક દીકરો અને એક દીકરી છે. માતા વિલાસબેન સાથે નજીવા પ્રશ્ને બોલાચાલી થતા મધુબેન રોજાસરાએ ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ગોંડલના મોટા દડવામાં રહેતા ઇન્દુબેન રાજુભાઈ બાબરીયા નામના 50 વર્ષના પ્રોઢા અને ભાવનગરના ગારીયાધારમાં રહેતા સૈફુદીન સૌકત માકડા નામના 35 વર્ષના યુવાને વાંકાનેરમાં કોઈ અગમ્ય કારણસર ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. પ્રોઢા અને યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
