ગોંડલ ચોકડી પાસે બે ટ્રક અને બસ વચ્ચે ત્રિપલ અકસ્માત, ટ્રાફિક જામ

રાજકોટની ગોંડલ ચોકડી નજીક ત્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમા ખાનગી ટ્રાવેલ્સ અને બે ડમ્પર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે બનેલા બનાવ બાદ ટ્રાફીક…

રાજકોટની ગોંડલ ચોકડી નજીક ત્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમા ખાનગી ટ્રાવેલ્સ અને બે ડમ્પર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે બનેલા બનાવ બાદ ટ્રાફીક જામ થઇ ગયો હતો. અમદાવાદ તરફથી આવતી રાધીકા ટ્રાવેલ્સની બસ અને રેતી ભરેલો તેમજ એક અન્ય ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. જેમા અકસ્માત બાદ રેતી ભરેલુ ડમ્પર પલ્ટી મારી ગયુ હતુ. અકસ્માત બાદ ટ્રાફીક જામ થઇ ગયો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ તેમજ ટ્રાફીક પોલીસ ગોંડલ રોડ ચોકડી ખાતે દોડી ગઇ હતી. અકસ્માત બાદ ક્રેનની મદદથી રસ્તા ઉપર પલ્ટી ખાઇ ગયેલા ડમ્પરને ત્યાથી દુર ખસેડી સવારે ટ્રાફીક વ્યવહાર પુર્વવત કર્યો હતો. આ ઘટનામા કોઇને ગંભીર ઇજા થઇ ન હોવાનુ જાણવા મળ્યુ છે. (તસવીર: મૂકેશભાઈ રાઠોડ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *