યુનિવર્સિટી રોડ પર આઇસ્ક્રીમ પાર્લરના ધંધાર્થીને મિત્રએ દારૂના નશામાં છરી ઝીંકી દીધી

ગોકુલપાર્કમાં યુવાન ઉપર બે શખ્સોનો પાઇપ વડે હુમલો શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલા આંબેડકર નગરમાં રહેતો અને યુનિવર્સિટી રોડ પર આઇસ્ક્રીમ પાર્લર ધરાવતા…

ગોકુલપાર્કમાં યુવાન ઉપર બે શખ્સોનો પાઇપ વડે હુમલો

શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલા આંબેડકર નગરમાં રહેતો અને યુનિવર્સિટી રોડ પર આઇસ્ક્રીમ પાર્લર ધરાવતા યુવક સાથે મિત્રએ દારૂના નશામાં ઝઘડો કરી છરીનો ઘા ઝીંકી દીધો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલા આંબેડકર નગરમાં રહેતો પ્રિયાંક રણજીતભાઇ પરમાર (ઉ.વ.18) સાંજના છએક વાગ્યાના અરસામાં યુનિવર્સિટી રોડ પર આવેલ પોતાના આઇસ્ક્રીમ પાર્લરમાં હતો ત્યારે મિત્ર મીતે દારૂના નશામાં ઝઘડો કરી છરીનો ઘા ઝીંકી દીધો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

આ ઉપરાંત બીજા બનાવમાં આજીડેમ પાસે આવેલા ગોકુલપાર્કમાં રહેતા મિલન જગદીશભાઇ મેર (ઉ.વ.18) સાથે યુવરાજ અને દિશાંત નામના શખ્સોએ ઝઘડો કરી પાઇપ વડે મારમારવામાં આવ્યો હતો. હુમલામાં ધવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *