ધારાસભ્ય ઉદય કાનગડની આગેવાનીમાં રહેવાસીઓની રજૂઆત
રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી શ્રી શક્તિ સોસાયટી, મનહર સોસાયટી, જારીયા સોસાયટી અને ન્યુ શક્તિ સોસાયટીના રહીશો આજે 68 વિધાનસભાના ધારાસભ્ય ઉદય કાનગડ અને ભાજપના મહામંત્રી અશ્વિન મોલીયાની આગેવાની હેઠળ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. છેલ્લા ઘણા સમયથી સામા કાંઠા વિસ્તારમાં આવેલી સોસાયટીઓને નિયમિત (રેગ્યુલરાઇઝ) કરવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ સામાન્ય ક્વેરીના કારણે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, જેને લઈને રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.
કલેક્ટરને અપાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, રાજકોટ શહેરના સર્વે નં. 131 પૈકી ટી.પી. સ્કીમ નં. 8 ના આખરી ખંડ નં. 161 ઉપર આવેલી આ સોસાયટીઓ સૂચિત છે. સરકાર દ્વારા હાલમાં સૂચિત સોસાયટીઓને રેગ્યુલરાઇઝ કરવાની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે આ સોસાયટીઓમાં આશરે પચાસ જેટલા મકાનો આવેલા છે અને રહીશો છેલ્લા 35 થી 40 વર્ષથી પોતાના કુટુંબ સાથે અહીં વસવાટ કરી રહ્યા છે. તેમ છતાં, તેમની સોસાયટીને રેગ્યુલરાઇઝ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી 15 દિવસમાં આ સમગ્ર મામલે અભ્યાસ કર્યા બાદ ફરી એક વખત ચાર ચારેય સોસાયટીના આગેવાની બેઠક બોલાવવામાં આવશે ને વહેલી તકે નિર્ણયનું ઉકલ આવે તે અંગે પ્રયાસો કરવામાં આવશે ધારાસભ્ય દ્વારા અગાઉ પણ સંકલન બેઠકમાં આ અંગેની રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ ગાંધીનગર ખાતે ત્યાંથી ક્વેરી આવી છે જે કવેરીનો અભ્યાસ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
